________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૮
લોકો બુદ્ધના શરીરમાંથી લોહી ખેંચે છે તેને અવીચિનરકમાં લઇ જનાર પાપકર્મ=આનન્તર્યક બંધાય તેવું પાપ તેમને જ્ઞાન ન હોવાથી ન જ બંધાવું જોઇએ. જ્યારે તમે તો કર્મબંધ માનો જ છો.
૯૦
પૂર્વપક્ષ— (બૌદ્ધ) ‘આ બુદ્ધ છે' આવા પ્રકારની બુદ્ધિ ભલે ન હોય પણ ‘આ બુદ્ધ છે’ એવી એને શંકા હોય અથવા જાણતો હોવા છતાં એને શ્રદ્ધા ન હોય – આવી રીતે અજ્ઞાનવાળી વ્યક્તિને તો પાપ લાગે જ ને ?
-
ઉત્તરપક્ષ– (સ્યાદ્વાદી) એમ થશે તો તો બૌદ્ધોને પણ પાપ લાગશે જ. કારણ કે તે લોકો જાણે જ છે કે જૈનોના મતે પૃથ્વી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ જીવ છે. ફક્ત તે લોકો તેની શ્રદ્ધા નથી કરતા. જેમ ‘આ બુદ્ધ છે’ તેવી શ્રદ્ધા ન કરતા પણ જીવને પાપકર્મ બંધાય છે તેમ આની શ્રદ્ધા ન કરતા અને એની હિંસા કરતા બૌદ્ધોને પાપ બંધાવું જ જોઇએ.
પૂર્વપક્ષ— (બૌદ્ધ) અરે ભાઇ ! ‘આ બૌદ્ધ છે’ એ પ્રમાણે તો સાંખ્ય વગેરે લોકો પણ માને જ છે ને ? શું સાંખ્ય વગેરે આ બૌદ્ધ છે એમ નામ પણ નથી સ્વીકારતા? બૌદ્ધ નામ તો સ્વીકારે જ ને ? જ્યારે અમે તો પૃથ્વી જીવ છે એ પ્રમાણે નામથી પણ જીવ તરીકે નથી સ્વીકારતા ! માટે બૌદ્ધને હેરાન કરતા સાંખ્ય વગેરે લોકોને પાપ અવશ્ય બંધાય, અમને નહીં !
ઉત્તરપક્ષ– (સ્યાદ્વાદી) અચ્છા ! એટલે નામમાત્રથી જે ‘આ બૌદ્ધ છે’ તેવું જાણતો હોય અને એને મારે તો પાપ લાગી જાય તો ‘શુદ્ધ’ એટલે બુદ્ધ જેવા નામવાળી સરખા આકારવાળી બીજી કોઇ વ્યક્તિને ‘આ બૌદ્ધ છે’ એમ નામમાત્રથી તો જાણે જ છે. હવે તેને મારશે તો સાચા બૌદ્ધને મારવા જેટલું જ આનન્તર્યક લાગવું જોઇએ ને ? નામમાત્રથી ‘આ બૌદ્ધ છે' એ પ્રમાણે સાંખ્ય વગેરે પણ જાણે જ છે ને !!!
આ જ રીતે આ માતા-પિતા છે, આ ભગવાન છે. આ પ્રમાણે ન જાણતા અને તેની હિંસા કરતાને પણ પાપ નહીં લાગે ? તે જ રીતે બૌદ્ધના સ્તૂપને ભાંગી નાખનારને પણ હિંસા નહીં લાગે. આમ બીજા બધા આનન્તર્યકમાં પણ જોડી લેવું.