________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૮ પૂર્વપક્ષ– (બૌદ્ધ) ભાઈ ! મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વ નિમિત્તક અવધની સાથે યોગ થાય જ છે, અર્થાત્ કર્મબંધ થાય જ છે. કારણ કે મિથ્યાભિનિવેશ તેમની પાસે છે, મિથ્યાભિનિવેશ જ તેમને કર્મબંધનું કારણ છે. મિથ્યાભિનિવેશ=મિથ્યાજ્ઞાન=મિથ્યાઆગ્રહ.
ઉત્તરપક્ષ– (સ્યાદ્વાદી) તો પછી ભલા માણસ ! દોરડાની બુદ્ધિથી સાપને મારતા માણસને હિંસા થશે જ. કારણ કે મિથ્યાભિનિવેશ (=દોરડામાં સાપની બુદ્ધિ) તેની પાસે હાજર જ છે. કેમકે કુદેવમાં દેવનો આગ્રહ તેને મિથ્યાભિનિવેશ કહો છો તે જ રીતે દોરડામાં સાપની બુદ્ધિ પણ મિથ્યાભિનિવેશ છે જ. તેનાથી કર્મબંધ થવો જ જોઈએ.
પૂર્વપક્ષ– (બૌદ્ધ) ભાઈ ! દોરડાની બુદ્ધિથી સાપને કાપે અને મિથ્યાભિનિવેશથી મિથ્યાત્વયુક્ત હોય આ બંનેમાં ઘણો ફરક છે. મિથ્યાષ્ટિજીવ જ્યારે સમ્યગ્દષ્ટિ બને ત્યારે તેને ભાન થાય છે કે પહેલા મેં જેને દેવ માન્યા હતા તે ખોટા હતા. પહેલા મારું જે જ્ઞાન હતું તે મિથ્યાજ્ઞાન હતું. મેં સ્વીકારેલું દર્શન મિથ્યાદર્શન હતું. આમ, મેં જે કરેલું તે ખોટું કરેલું. આવું જ્ઞાન થવાથી એ મિથ્યાભિનિવેશજન્ય મિથ્યાત્વ પ્રયુક્ત કર્મબંધ થાય જ ને?
ઉત્તરપક્ષ– (સ્યાદ્વાદી) ચોથો સમો રોષ: પરિહારતોઃ સમઃ | દોરડાની બુદ્ધિથી સાપને કાપે ત્યારે તે વખતે ભલે ભ્રમ હોય પણ પછી આલોકસઝિકર્ષાદિથી તેને જણાઈ જ આવે છે કે ભાઇ ! જેને મેં માર્યો તે તો સાપ છે!!! બસ! તો જે મિથ્યાત્વનિમિત્તક કર્મબંધ તમે માન્યો તે જ રીતે અહીં પણ સર્પહિંસાપ્રયુક્ત અવદ્યયોગઃકર્મબંધ થવો જ જોઇએ.
પૂર્વપક્ષ- (બૌદ્ધ) અમે તમને કીધું તો ખરું કે બંનેમાં ઘણો તફાવત છે. જ્યારે મિથ્યાદર્શનને સ્વીકારેલ હોય ત્યારે જીવને સંતોષ નથી હોતો. મિથ્યાદર્શનમાં એને શંકા રહે છે. આ જ સાચું હશે? આવી દ્વિધા જીવ અનુભવે છે પણ જયારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે જ જીવને સંતોષ થાય છે અને સઘળી શંકા-કુશંકાઓ તેની દૂર થાય છે. આમ મિથ્યાદર્શન