________________
સૂત્ર-૮ શ્રી તત્ત્વાધિગમસૂત્ર અધ્યાય-૭
૮૩ પ્રવચનમાતાઓથી અનુગ્રહ કરાયેલ પગ મૂકવાના માર્ગમાં કીડી આદિ જીવોનું જેણે નિરીક્ષણ કર્યું છે એવો ઉપાડેલા પગને પાછો વાળવા અસમર્થ જીવ કીડી આદિ જીવ ઉપર પગ મૂકે છે, જીવ મરી જાય છે ત્યારે દ્રવ્યપ્રાણના વિયોગમાત્રથી અત્યંત શુદ્ધાશયવાળા શક્ય(હિંસા)નો ત્યાગ કરવાની ઇચ્છાવાળા અને નિર્મળ ચિત્તવાળા તેનું હિંસકપણું નથી, અર્થાત્ તે હિંસક નથી.
(૨) ક્યારેક ભાવથી પ્રાણનાશ થાય, દ્રવ્યથી નહિ. કષાય વગેરે પ્રમાદને આધીન બનેલો શિકારી બાણના વિષયમાં(=બાણ પહોંચે તેટલી હદમાં) રહેલા હરણને લક્ષ્યમાં રાખીને કઠીન ધનુષને ખેંચીને બાણને છોડે પણ હરણ બાણ પડવાના સ્થાનથી દૂર થઈ જાય. અહીં પ્રાણનાશ ન કરવા છતાં=દ્રવ્યથી પ્રાણો નષ્ટ ન થવા છતાં ચિત્ત અશુદ્ધ હોવાથી હિંસા થાય જ છે. કારણ કે બાણ ફેંકનાર હિંસારૂપે પરિણત છે=હિંસાના પરિણામવાળો છે. પોતે કરેલું દઢ આયુષ્યકર્મ બાકી હોવાથી અને પુરુષાર્થથી મૃગલો ખસી ગયો. પણ હણનારનું ચિત્ત તો અતિક્લિષ્ટ જ છે. આથી ચિત્ત હિંસક છે.
(૩) તથા અશુદ્ધભાવવાળા હણવાની ઇચ્છાવાળા અને જીવના પ્રાણસમૂહને દૂર કરનારા(-જીવને મારી નાખનારા) અન્યની ભાવથી અને દ્રવ્યથી હિંસા થાય છે. આ પ્રમાણે ત્રણ વિકલ્પો વિચારતા બીજા-ત્રીજા વિકલ્પમાં પ્રમાદયોગ છે. આથી તે બેનું જ હિંસકપણું છે. પ્રથમનું નહીં.
બીજાઓ તો આઠ પ્રકારના પ્રમાદનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે“અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિનું અનવસ્થાન (ભૂલી જવું, ધર્મમાં અનાદર અને યોગોનું દુપ્રણિધાન(=અયોગ્ય પ્રવૃત્તિ) એમ આઠ પ્રકારનો પ્રસાદ કહ્યો છે.”પ્રમાદની સાથે સંબંધથવાથી પ્રમત્ત થાય, તેનાથી બીજી રીતે(=પ્રમાદની સાથે સંબંધ ન થવાથી) અપ્રમત થાય.
બીજાઓ તો કહે છે- પ્રયત્નથી રહિત અને સમિતિથી રહિત પ્રમત્ત છે. પ્રયત્ન બે પ્રકારે છે- જીવ-અજીવ પદાર્થોનું પરિજ્ઞાન અને