________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૮
ઇર્યાસમિતિ વગેરે પાંચ સમિતિ. આનાથી રહિત જીવ પ્રમત્ત કહેવાય છે. પ્રમત્તયોગાત્ એમ કહેતા સૂત્રકારે તો પ્રમત્તના આ સઘળાય લક્ષણનું ગ્રહણ કર્યું છે.
૮૪
આ હોય-(=કોઇ આ પ્રમાણે કહે-) ત્રીજા વિકલ્પમાં પ્રાણાતિપાત (=હિંસા) હો, કેમકે તેમાં સંપૂર્ણ લક્ષણ ઘટે છે. (૧) જે મરાઇ રહ્યો છે તે જો પ્રાણી હોય. (૨) મારનારને જો આ પ્રાણી છે એવું વિજ્ઞાન થયું હોય. (૩) હું હણું છું એમ જો હિંસકચિત્તની ઉત્પત્તિ થઇ હોય. (૪) જો મારી નાખ્યો હોય. આ બધું ય ત્રીજા વિકલ્પમાં ઘટેલું છે. બીજા વિકલ્પમાં તો આ બધું નથી. આથી ત્યાં હિંસકપણું કેવી રીતે હોય ?
પ્રાણાતિપાતનું આ જ લક્ષણ બીજાએ વિસ્તારથી (અધિક સ્પષ્ટ) કહ્યું છે- “વિચારીને (મારવાનું લક્ષ રાખીને) અભ્રાન્ત, પરને મારવો તે પ્રાણાતિપાત(=હિંસા) છે.' મારણ વિચારીને અને અવિચારીને એમ બે પ્રકારે છે. વિચારીને પણ ભ્રાન્તનું અને અભ્રાન્તનું એમ બે પ્રકારે છે. અભ્રાન્તનું પણ પોતાનું અને પરનું એમ બે પ્રકારે છે. આથી અહીં હિંસાના લક્ષણમાં ત્રણ વિશેષણ ગ્રહણ કરવામાં આવે છે. અહીં ભાવાર્થ આ છે- જો (૧) આને મારીશ એમ જાણીને(=વિચારીને) મારે છે, (૨) બીજાને મારે છે(=પોતાને નહીં), (૩) તેને જ (જેને મારવાનું વિચાર્યું છે તેને જ) મારે છે, (પણ) ભ્રાન્તિથી બીજાને મારતો નથી. આટલાથી પ્રાણાતિપાત થાય છે. તો પછી જે પ્રાણી છે કે નથી ? તે છે કે બીજો છે ? એમ સંશયવાળો થઇને મારે છે તે પણ અવશ્ય નિશ્ચય મેળવીને(=કરીને) ત્યાં પ્રહાર કરે છે. જે હોય તે આણે (હિંસા વગેરે પાપ) કર્યું જ છે. આ પ્રમાણે (હિંસાના) ત્યાગનું ચિત્ત થતું નથી.
તેથી અહીં (આ લક્ષણમાં) વિચાર્યા વિના જે ઘાત કરાય છે અથવા ભ્રાન્ત વડે ઘાત કરાય છે અથવા પોતાનો ઘાત કરાય છે તે પ્રાણાતિપાત નથી.
વાયુ પ્રાણ છે. તે કાયા અને ચિત્તમાં મિશ્રિત થયેલો પ્રવર્તે છે. કારણ કે વાયુ ચિત્તમાં પ્રતિબદ્ધ વૃત્તિવાળો છે=વાયુ ચિત્તની સાથે સબંધવાળો