________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૮ પરિણતિ. તેથી સ્ત્રીલિંગ સિવાય ગુણ-હેતુમાં વિકલ્પ પાંચમી વિભક્તિ થાય છે. જેમકે નીચીત્ર વા, એ પ્રમાણે પ્રમgયો IIભ્રમસિમ્પન્થાત્ प्राणव्यपरोपणमिति ।
પ્રાણો– પાંચ ઇંદ્રિયો, આયુષ્યકર્મ, કાય-વચન-મન એ ત્રણ યોગ અને શ્વાસોચ્છવાસ એમ દશ પ્રકારે પ્રાણો છે. દ્રવ્યપરિણામરૂપ આ પ્રાણો પૃથ્વીકાયાદિ કાયોમાં યથાસંભવ રહેલા છે. તે પ્રાણોનું વ્યપરોપણ કરવું એટલે પ્રાણોને દૂર કરવા, અર્થાત્ પ્રાણોને આત્માથી જુદા કરવા તે હિંસા છે અથવા આત્મપરિણામવાળી જે ક્રિયાથી પ્રાણવ્યપરોપણ થાય તે ક્રિયા હિંસા કહેવાય છે. તે ક્રિયા કર્તામાં સમવાયસંબંધવાળી છે, અર્થાત્ આત્માથી જુદી ન કરી શકાય તે રીતે કર્તામાં રહેલી છે.
આ જ સૂત્રાર્થને ભાષ્યથી સ્પષ્ટ કરતા ભાષ્યકાર પ્રમો યઃ ઇત્યાદિથી કહે છે–
પ્રમત્ત એવા શબ્દપ્રયોગથી પ્રમત્ત જ હિંસક છે. અપ્રમત્ત હિંસક નથી એમ જણાવે છે. આપ્તપ્રણીત આગમોથી નિરપેક્ષ(=આHપ્રણીત આગમોની જેને અપેક્ષા નથી=માનવા નથી તેવો) પરમર્ષિરચિત સૂત્રોના ઉપદેશને દૂર કરનાર, સ્વેચ્છાથી(=સ્વાભિપ્રાયથી) પ્રભાવિત કાયાદિના વર્તનવાળો, અતિશય અજ્ઞાન એવો પ્રમત્તજીવ અવશ્ય પ્રાણીઓના પ્રાણોનું વ્યપરોપણ કરે છે.
હિંસા દ્રવ્ય અને ભાવ એવા બે ભેદોથી બે પ્રકારે છે. તેમાં ક્યારેક દ્રવ્યથી પ્રાણનાશ થાય છે, ભાવથી નહિ. હિંસા અને અહિંસા પરમાર્થથી પોતાના આત્માના પરિણામરૂપ નિમિત્તથી થાય છે. પરિણામ અશુદ્ધ અને શુદ્ધ હોય છે. બીજો જીવ તો કોઈક નિમિત્તમાત્રને આશ્રયીને હિંસાનું કારણ થાય છે. બીજો જીવ દ્રવ્યથી મર્યો કે ન મર્યો એવી વિચારણા બહુ ઉપયોગી નથી.
(૧) તેમાં જ્યારે જ્ઞાની, જીવના સ્વરૂપનો સ્વીકાર કરનાર, શ્રદ્ધાળુ, કર્મક્ષય માટે જ ચારિત્રરૂપ સંપત્તિથી પ્રવૃત્ત, કોઇક ધાર્મિક ક્રિયાને કરતો,