________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧
"
निपातयोगेन पक्षद्वयमधिकृत्य विशेषतो योजयन्नाह - 'प्रशस्त 'मित्यादि, प्रशस्तं दर्शनं, प्रशस्तं मुक्तिसुखहेतुत्वात्, सम्यग्दर्शनं तत्त्वस्य, तत्स्वाभाव्याद्, आवरणदोषतोऽन्यथाप्रतीतेः, तथारुचिप्रधानमित्यर्थः, अयमव्युत्पत्तिपक्षार्थः, व्युत्पत्तिपक्षार्थमाह- 'सङ्गत'मित्यादि, सङ्गतं च नित्यानित्याद्यधिगमानुसारप्रवृत्तं दर्शनं तत्त्वाधिगमादेव समुपजाता रुचिरिति भावः । एवं सम्यग्दर्शनशब्दावयवव्याख्यानेन सम्यग्ज्ञानचारित्रयोरपि लेशतः काक्वा व्याख्यानं कृतमेव वेदितव्यं तथाहिसम्यग्ज्ञानशब्देऽपि सम्यक्शब्दः प्रशंसार्थो निपातः, समञ्चतेर्वा, ज्ञानमिति च भाव एव, एवं चारित्रमपि, स्वस्थाने च विशेषं वक्ष्यामः, सर्वत्र चाव्युत्पत्तिपक्षः प्रथमं तत्पूर्वक एव व्युत्पत्तिपक्ष इति ज्ञापनार्थं, तथाहि-न वर्णादीनां व्युत्पत्तिः, तत्पूर्वकाश्च पदादयः, इत्यलं प्रसङ्गेन
113-211
દ
,
ભાષ્યટીકાર્થ— સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ જ મોક્ષમાર્ગ છે. આ ત્રણ સિવાય બીજા કોઇ ભાવ મોક્ષમાર્ગ નથી.
ટીકામાં જકાર અર્થ કરવાનું કારણ
પ્રશ્ન- મૂળસૂત્રમાં ત્રણ જ એમ જકાર નથી. તો ટીકામાં ‘જ’કાર અર્થ કેમ કર્યો ?
ઉત્તર–જો અન્યભાવ પણ મોક્ષમાર્ગ હોય તો પ્રેક્ષાવાન(=વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા) પુરુષો માટે આ ત્રણનો મોક્ષમાર્ગ તરીકે ઉપન્યાસ (=ઉલ્લેખ) કરવો તે સંબંધરહિત બને, અર્થાત્ ઉચિત ન બને. માટે આ ત્રણ જ મોક્ષમાર્ગ છે, આ ત્રણ સિવાય બીજો કોઇ મોક્ષમાર્ગ નથી. આ જણાવવા ટીકામાં ‘જ’કાર અર્થ કર્યો છે.
પૂર્વપક્ષ— અન્યભાવ પણ ગુણવાન છે, અર્થાત્ અન્યભાવથી પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ સમ્યગ્દર્શનાદિથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમ અન્યભાવથી પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી સમ્યગ્દર્શનાદિ