________________
સૂત્ર-૧
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ત્રણનો મોક્ષમાર્ગ તરીકે ઉલ્લેખ કરવો એ વિરુદ્ધ નથી જ; પરંતુ “જ'કારનો પ્રયોગ કરવાની જરૂર નથી.
ઉત્તરપક્ષ– સમ્યગ્દર્શનાદિ ત્રણથી રહિત બીજા ભાવો મોક્ષમાર્ગ છે એમ માનવામાં વિરોધ છે. કેમકે મોક્ષનું સ્વરૂપ એક જ છે, ભિન્ન ભિન્ન નથી. (એથી એનો માર્ગ પણ એક જ હોય) તથા મનુષ્યલોકમાંથી જ મોક્ષમાં જઈ શકાય છે. (મનુષ્યલોક સિવાય બીજી કોઈ ગતિમાં આ ત્રણ ન હોય માટે મનુષ્યલોકમાંથી જ મોક્ષમાં જઈ શકાય છે.)
પ્રશ્ન-સાધનનો ઉલ્લેખસMદ્દર્શન–જ્ઞાન–વરિત્રાદિ એમ બહુવચનમાં છે અને સાધ્યનો ઉલ્લેખ મોક્ષમા એમ એકવચનમાં કેમ છે?
ઉત્તર- સમ્યગ્દર્શનાદિ ત્રણે ભેગા મળીને જ મોક્ષમાર્ગ છે. એ ત્રણમાંથી એક પણ ન હોય તો મોક્ષમાર્ગ નથી એ જણાવવા માટે સાધનનો બહુવચનમાં અને સાધ્યનો એકવચનમાં ઉલ્લેખ છે.
આ પ્રમાણે સૂત્રનો સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ કહેવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે
સમ્યક શબ્દ પ્રત્યેક શબ્દની સાથે જોડવો સૂત્રમાં મુખ્ય શબ્દનો ઉલ્લેખ દર્શન શબ્દની પાસે સંભળાતો હોવા છતાં પ્રત્યેક શબ્દની સાથે જોડવો. એથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર એ ત્રણ મોક્ષમાર્ગ છે એવો અર્થ થાય.
પૂર્વપક્ષ– સમ્યગ્દર્શનની સાથે રહેલા જ્ઞાન અને ચારિત્ર સમ્યક જ હોય છે, અસમ્યફ હોતા જ નથી. એથી સમ્યફ શબ્દનો સંબંધ પ્રત્યેકની સાથે જોડ્યા વિના પણ સમ્યક શબ્દનો અર્થ જણાઈ જ જાય છે તેથી સમ્યક શબ્દનો સંબંધ પ્રત્યેકની સાથે જોડવાની જરૂર નથી.
ઉત્તરપક્ષ– સમ્યગ્દર્શનની સાથે રહેલાં પણ સામાયિક આદિનું જ્ઞાન અને દેશવિરતિરૂપ ચારિત્ર એ બે સાક્ષાત્ મોક્ષમાર્ગ નથી, કિંતુ વિશિષ્ટ