________________
385
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ नित्यं-प्रतिदिनमुपदिशत्याकर्मक्षयात्, अयं ह्यागमः-तीर्थकरः प्रतिदिवसमाद्यां चरमां च पौरुषी धर्मकथां करोति, य एवंभूतः स उत्तमेभ्योऽप्यनन्तरोद्दिष्टेभ्यः अन्येभ्यश्च प्रसिद्धेभ्यः, अपिशब्दात् किमुतेतरेभ्यः, उत्तमः-प्रधानः इति, उत्तमोत्तमत्वात् पूज्यतम एव, एवकारश्चार्थे, उत्तमोत्तमः पूज्यतमश्च, आदरेऽवधारणे वा, उत्तमार्थसिद्ध्यर्थिनामादरेणायं पूज्यतम રૂત્યર્થ: //દ્દા
ટીકાર્થ– “ત્ત્વિ"ત્યાતિ “વસ્તુ કૃતાર્થોડ" અહીં તુ શબ્દ પુનઃ અર્થવાળો છે, પણ જે પુરુષ કૃતાર્થ થવા છતાં જેણે કર્યો છે(=સિદ્ધ કર્યો છે) ઈષ્ટ પ્રયોજનરૂપ અર્થ તે કૃતાર્થ. આવા પ્રકારનો થયો છતાં પણ શ્રુતલાભાદિમાં પણ કૃતાર્થ શબ્દ જોવામાં આવ્યો છે. તેથી કહે છે“ઉત્તમમવાથ ધ", પ્રધાન મોક્ષફળને પામીને(=આત્મસાત્ કરીને) પોતાના ફળની અપેક્ષા રહિત બનીને સ્વભાવથી જ હવે કહેવાશે તે ક્ષમાદિ રૂપ ધર્મનો બીજાઓને ઉપદેશ આપે છે. અહીં ધર્મનો જ ઉપદેશ આપે છે એ સમજી શકાય છે. “નિત્ય” તિ, નિત્ય એટલે પોતાના કર્મનો ક્ષય થાય ત્યાં સુધી દરરોજ. અહીં આગમ આ પ્રમાણે છે- “તીર્થકર દરરોજ પહેલા અને છેલ્લા પ્રહરમાં ધર્મકથાને કરે છે.” આવા પ્રકારનો તે જીવ હમણાં જ કહેલા ઉત્તમ પુરુષોથી પણ ઉત્તમ છે. અહીં અનંતર કહેલા ઉત્તમ પુરુષોથી પણ ઉત્તમ છે તો પછી પ્રસિદ્ધ અન્ય પુરુષોથી ઉત્તમ હોય તેમાં શું કહેવું એમ પ શબ્દથી જણાય છે. ઉત્તમ એટલે પ્રધાન. ઉત્તમોત્તમ છે અને બધાથી અધિક પૂજય છે. અહીં વકાર અને અર્થમાં છે. અથવા અહીં વકાર આદર' અર્થમાં કે “અવધારણ” અર્થમાં છે. ઉત્તમ અર્થને સિદ્ધ કરવાના પ્રયોજનવાળા જીવોને આ અધિક પૂજ્ય છે એવો ભાવાર્થ છે. (કા.૬) एवं सामान्येन पूज्यतमत्वमभिधाय विशेषेण स्थापयन्नाहઆ પ્રમાણે સામાન્યથી સર્વથી અધિક પૂજ્યપણાને કહીને વિશેષથી સ્થાપના કરતા =નિરૂપણ કરતા) ગ્રંથકાર કહે છે