________________
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ तस्मादर्हति पूजामहन्नेवोत्तमोत्तमो लोके । देवर्षिनरेन्द्रेभ्यः, पूज्येभ्योऽप्यन्यसत्त्वानाम् ॥७॥
શ્લોકાર્થ– આથી ઉત્તમોત્તમ અરિહંત જ લોકમાં અન્ય પ્રાણીઓને પૂજ્ય ગણાતા દેવેન્દ્રોથી અને નરેન્દ્રોથી પણ પૂજ્ય છે.
टीका- 'तस्मादर्हती'त्यादि, यस्मादिदं पूज्यतमलक्षणं तस्मात् कारणात् 'अर्हति पूजा'मित्यर्हति-भागी योग्य, उत्तमपूजाया इत्यर्थः, पूजाम्अर्चनाभिष्टवरूपां, कोऽसावित्याह- 'अर्हनेव' देवताविशेषो, न तथा अन्यः, कुत इत्याह- 'उत्तमोत्तम' इति, स यस्मादुत्तमोत्तमः, उत्तमोत्तमत्वं च कृतार्थोऽपि धर्ममुपदिशतीति, 'लोक' इति, सर्वस्मिन्नेव जगति पूजामर्हति, नैकदेशे, केभ्य इत्याह- 'देवर्षिनरेन्द्रेभ्यः' इन्द्रशब्दः प्रत्येकमभिसम्बध्यते, देवेन्द्रादिभ्यः इत्यर्थः, किंविशिष्टेभ्यः ? इत्याह'पूज्येभ्योऽपि' अर्चनीयेभ्योऽपि अन्यसत्त्वानां, सामान्यदेवादीनां, किमुत शेषेभ्यः ?, न हि राजनि समुत्तिष्ठति परिषदुत्थानं प्रति वितर्क इति ॥७॥
ટીકાર્થ– “તમઈિતી”ત્યાદિ, આ સર્વથી અધિક પૂજય સ્વરૂપ હોવાથી પૂજવાને યોગ્ય છે, અર્થાત્ ઉત્તમપૂજાને યોગ્ય છે. પૂજા એટલે અર્ચના અને સ્તુતિ. એ કોણ છે એમ કહે છે. એ લોકપ્રસિદ્ધ) દેવતાઓથી વિશેષ એવા અરિહંત જ છે. બીજો કોઈ દેવ તેવો નથી. શાથી બીજો કોઈ દેવ તેવો નથી એમ કહે છે- “ઉત્તમોત્તમ” તિ કારણ કે તે ઉત્તમોત્તમ છે. કૃતાર્થ થવા છતાં ધર્મનો ઉપદેશ આપે છે. માટે ઉત્તમોત્તમ છે. “ના” તિ, લોકના કોઈ એક દેશમાં નહિ કિંતુ સંપૂર્ણ જગતમાં પૂજાને યોગ્ય છે. કોની પૂજાને યોગ્ય છે એમ કહે છે“વર્ષનરેન્દ્રવ:” અહીં ઈન્દ્ર શબ્દ પ્રત્યેક શબ્દની સાથે સંબંધવાળો છે. તેથી દેવેન્દ્ર વગેરેથી પૂજ્ય છે એવો અર્થ થાય. કેવી વિશેષતાવાળા દેવેન્દ્ર આદિથી પૂજય છે એમ કહે છે- “
પૂગ્યો .fપ” સામાન્ય દેવ વગેરે અન્ય જીવોના પૂજનીયોથી પણ પૂજ્ય. તો પછી બીજાઓથી પૂજ્ય હોય તેની શી વાત કરવી? રાજા ઉભા થયે છતે પર્ષદા ઉભી થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. (કા.૭)