________________
૩૦૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ ઉત્તરને કહે છે- “તત્રોચ્યતે” રૂત્યાદ્રિ નયા: પ્રાપ: ઇત્યાદિથી કર્તા કારક અર્થ પ્રદર્શિત કરાય છે.
નયની વ્યાખ્યા અને નયના પર્યાયવાચી શબ્દોના અર્થ નય-જે વસ્તુના અંશ તરફ લઈ જાય છે=દોરે છે, અર્થાત્ જે જીવાદિ પદાર્થોને સામાન્યાદિ રૂપે પ્રકાશિત કરે છે તે નયો છે.
પ્રાપવ- પ્રાપા એવા પ્રયોગથી ની ધાતુના પ્રેરકપ્રયોગના અર્થને સૂચવે છે. સ્વને અભિમત યુક્તિથી તે તે અર્થને આત્મામાં પહોંચાડે છે તે પ્રાપક છે.
વધારવેરા : ઇત્યાદિ પ્રયોગોથી તો નય ધાતુના અન્ય અર્થ પણ થાય છે એમ બતાવે છે. કેમકે ધાતુઓના અનેક અર્થો થાય છે. જે આત્મામાં તે તે જ્ઞાનને કરે, અર્થાત્ પૂર્વે નહિ થયેલા જ્ઞાનને આત્મામાં પ્રગટ કરે તે કારક છે.
સાથ-પોતાના( પોતાને અભિમત) યોગવાળા (પ્રકૃતિ-પ્રત્યયના યોગથી થતા) તે તે અર્થને સિદ્ધ કરે તે સાધક.
નિર્વર્તિા- પોતાના નિશ્ચિત અભિપ્રાયથી આત્માને તેવા અધ્યવસાયવાળો બનાવે તે નિર્વર્તક. નિસવ- જે પોતપોતાના(=પોતપોતાને અભિમત) અંશને પ્રગટ કરે તે નિભસક.
૩પનામ જે તે તે સૂક્ષ્મ અર્થવિશેષોને જણાવે તે ઉપલંભક. વ્યવ-જે પોતાના અભિપ્રાયથી વસ્તુને તે તે રીતે સ્પષ્ટ કરે તે વ્યંજક. પ્રાપક વગેરે બધા શબ્દો એક અર્થવાળા છે. કથંચિત ભેદ હોવા છતાં આ બધા શબ્દો પર્યાયવાચી છે. સકમક ધાતુઓનું કોઈ પ્રાપ્ય કર્મ હોવું જોઇએ. આથી કર્મને બતાવતા ભાષ્યકાર કહે છે- પૂર્વે કહેલા જીવાદિ સાત પદાર્થોને જે સામાન્યાદિ રૂપે પ્રકાશિત કરે છે તે નયો છે. નયો જીવાદિ પદાર્થોના ધર્મો જ થયા છતાં જીવાદિ પદાર્થોને જ સામાન્યાદિ રૂપે પ્રકાશિત કરે છે.