________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૦૯ આનાથી(=રન્તિ ઇત્યાદિ અર્થ દ્વારા) પારમાર્થિક નયને આશ્રયીને કર્તા અને ક્રિયાના કથંચિત ભેદને જણાવે છે. (સર્વથા ભેદ નથી.) અહીં ઘણું કહેવા જેવું હોવા છતાં ગ્રંથવિસ્તારના ભયથી કહેવાતું નથી.
ત્રા” તિ, નયશબ્દના અર્થનું નિરૂપણ કર્યું તે પ્રશ્નકાર પ્રશ્ન પૂછે છે કે શું આ નૈગમાદિ નો તન્નાંતરીય વાદીઓ છે કે સ્વતંત્ર જ ચોદકના પક્ષને ગ્રહણ કરનારા એવા બુદ્ધિભેદથી અયથાર્થ નિરૂપકો છે?
તન્ત્રાન્તરીય- જેના વડે કે જેમાં અર્થો વિસ્તારાય તે તંત્ર=પ્રવચન. તેનાથી અન્ય કપિલ (કપિલમુનિએ કહેલ) વગેરે તંત્રાંતર છે. તંત્રતરમાં થયેલા કે તંત્રાંતમાં કુશલ તે તંત્રાંતીય. તેઓ સ્વશાસ્ત્રથી સિદ્ધ થયેલા અર્થને કહેતા હોવાથી વાદીઓ કહેવાય છે.
વો- કઠિન કહ્યું હોય વગેરેમાં પ્રશ્નો કરે તે વો. આનું નિરાકરણ કરવા માટે કહે છે- “મત્રોચ્યતે” ફત્યાતિ, ઉક્ત શંકાનું નિરાકરણ કરવામાં આવે છે. આ નયો તંત્રાંતરીય વાદીઓ નથી, કેમકે તંત્રાંતરીયો નયોનો વિષય નથી. કેમકે અવધારણ દોષ છે, અર્થાત્ એકાંતવાદી છે.
નયો વસ્તુના યથાર્થ સ્વરૂપના ગ્રાહક છે. તથા સ્વતંત્ર જ ચોદકપક્ષગ્રાહી મતિભેદથી અયથાર્થનિરૂપકો પણ નથી. કેમકે અયથાર્થ નિરૂપકો સંબંધરહિત પ્રલાપ કરનારા છે. કિંતુ જીવાદિ અને ઘટાદિ શેય પદાર્થના જ્ઞાનભેદો છે. અર્થાત્ આ નવો જિનપ્રવચનાનુસાર વસ્તુના યથાર્થ સ્વરૂપને ગ્રહણ કરનારા છે.
વાગ્યને શેયને આશ્રયીને આ વિષયને દર્શાવતા ભાષ્યકાર કહે છે“તથા” ફત્યાતિ, તે આ પ્રમાણે
નૈગમ– ઘટ એ પ્રમાણે બોલતાં નૈગમનય આ પ્રમાણે માને છે- કુંભાર આદિના પ્રયત્નથી ઉત્પન્ન કરેલ, જેના ઉપરના ભાગમાં ઓષ્ઠનો ભાગ કુંડલાકારે ગોળ છે, જેની ડોક લાંબી અને ગોળ સમાનપરિધિવાળી છે,