________________
૩૦૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ માણસ, મનુજ વગેરે શબ્દો જુદા જુદા હોવા છતાં એક જ શબ્દના પર્યાયવાચી શબ્દો હોવાથી તે સર્વશબ્દોનો માનવ એવો એકજ અર્થથશે.]
સાંપ્રત– આથી “નામ” રૂત્યતિ થી સાંપ્રતનયનું લક્ષણ કહે છે“નામાવિષ” તિ, નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવમાં પ્રસિદ્ધપૂર્વવત્ તિ, પૂર્વે સંજ્ઞા-સંક્ષિ-સંબંધકાળે આ ઘટાદિ પદાર્થનો આ શબ્દ વાચક છે એમ જે જણાયો છે તે પ્રસિદ્ધપૂર્વ છે. આવી પ્રસિદ્ધપૂર્વ શબ્દથી ભાવરૂપ ઘટાદિ પદાર્થમાં આ ઘટ શબ્દનો જ અભિધેય(=વા) છે એવો જે બોધ= અધ્યવસાય તે સાંપ્રતનય છે, અર્થાત્ નામાદિ રૂપ કોઈ પણ પદાર્થનું એવા શબ્દ દ્વારા કથન કરવું કે જેનો વાચ્ય-વાચક સંબંધ પૂર્વે જ્ઞાત થયેલો છે, તે સાંપ્રતનય છે.
[તાત્પર્યા– આપણે ઘડાની તરફ નજર કરતાં તુરત આ ઘટ છે એમ બોલીએ છીએ. આપણે કોઇને ઘડો લાવ કહીએ ત્યારે તે વ્યક્તિ ઘણી વસ્તુઓ પડી હોવા છતાં ઘડો જ લાવે છે. કારણ કે એને એ સમજ છે કે ઘટ શબ્દ અમુક આકારવાળી વસ્તુનો વાચક છે. આ રીતે વાચ્યવાચકના સંબંધથી થતા વ્યવહારનું કારણ સાંપ્રતનય છે.]
આ સાંપ્રતનય સામાન્યથી શબ્દનય જ છે. એથી નયો સાત જ છે. (આઠ નથી.).
બીજાઓ એક શબ્દ અનેક અર્થોનો વાચક છે એવો સ્વીકાર કરતા નથી. આથી સાંપ્રતનય શબ્દનયથી અલગ નય છે એમ કહે છે. કારણ કે હરિ શબ્દના સિંહ વગેરે અનેક અર્થ છે એમ બીજાઓ સ્વીકારતા નથી.
સમભિરૂઢનયનું સ્વરૂપ સમભિરૂઢ- સમભિરૂઢના લક્ષણને કહે છે- “અલ્લુ અર્થે” ડ્રત્યાદિ, વિદ્યમાન=વર્તમાન પર્યાય પ્રાપ્ત ઘટ આદિ પદાર્થો કે જે પદાર્થો ઘટ, કુટ, કુંભ એ પ્રમાણે અનેક પ્રવૃત્તિનિમિત્તથી જણાય છે, તે ઘટાદિ પદાર્થોમાં શબ્દોનું સંક્રમણ ન થવું તે સમભિરૂઢનય, અર્થાતુ પોતાના પ્રવૃત્તિનિમિત્તને છોડીને અન્ય પ્રવૃત્તિનિમિત્ત પદાર્થમાં શબ્દનું ન જવું તે સમભિરૂઢનય.