________________
સૂત્ર-૩૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૦૫ જેમકે ઘટ એવા શબ્દનું વિદ્યમાન ચેષ્ટાત્મક ઘટને છોડીને અન્ય કુટ આદિ પદાર્થમાં અસંક્રમણનો અધ્યવસાય એ સમભિરૂઢનય છે. (શબ્દનય પર્યાયવાચી શબ્દોમાં અર્થભેદ ન માને. સમભિરૂઢનય પર્યાયવાચી શબ્દોમાં પણ અર્થભેદ માને. કેમકે પર્યાયવાચી શબ્દોમાં પણ દરેક શબ્દમાં પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન છે. તે આ પ્રમાણે-) ઘટનાસ્ (કચેષ્ટા કરવાથી) પર: રુટના( કુટવાથી) : મૈનાત્ (માટી ભરવાથી)
: - એ પ્રમાણે આ શબ્દો ઘટ-કુટ વગેરે શબ્દોની જેમ ભિન્નપ્રવૃત્તિનિમિત્તવાળા છે. આ પ્રમાણે ઘટ, કુટ, કુંભ એ શબ્દો પર્યાયવાચી નથી. ઇંદ્ર, શક્ર, પુરંદર આદિ શબ્દોમાં પણ રૂદ્રન (ઐશ્વર્ય), શન (સામર્થ્ય), પૂરવાર (નગરને ભાંગવું) વગેરે ક્રિયાના ભેદથી પર્યાયવાચી શબ્દો નથી. અર્થાત્ પર્યાયવાચી શબ્દોનો એક અર્થ નથી.
[૬. સમભિરૂઢનય- આ નય એક જ પર્યાયવાચી વસ્તુનો શબ્દભેદે અર્થભેદ સ્વીકારે છે. શબ્દનય એક પર્યાયવાચી શબ્દોનો અર્થ એક જ માને છે. પણ સમભિરૂઢનય શબ્દભેદથી અર્થભેદ માને છે. તે કહે છે કે જો લિંગ આદિના ભેદથી અર્થનો ભેદ માનવામાં આવે તો વ્યુત્પત્તિભેદથી પણ અર્થનો ભેદ માનવો જોઈએ. દરેક શબ્દની વ્યુત્પત્તિ જુદી જુદી છે. માટે દરેક શબ્દનો અર્થ પણ જુદો જુદો છે. આથી નૃપ, ભૂપ, રાજા વગેરે દરેક શબ્દનો અર્થ પણ જુદો જુદો છે. જે માણસનું રક્ષણ કરે તે નૃપ, જે પૃથ્વીનું પાલન કરે તે ભૂપ, જે રાજચિહ્નોથી શોભે તે રાજા. પ્રશ્ન- શું શબ્દનય શબ્દભેદથી અર્થભેદ સર્વથા નથી સ્વીકારતો?
ઉત્તર–શબ્દનય શબ્દભેદથી અર્થભેદ સ્વીકારે પણ છે અને નથી પણ સ્વીકારતો. શબ્દનય એક પર્યાયવાચી શબ્દો સિવાયના શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ માને છે; જેમકે ચન્દ્ર, સૂર્ય, ઈન્દ્ર વગેરે શબ્દોના અર્થ જુદા જુદા છે. પણ એક પર્યાયવાચી શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ નથી માનતો. જ્યારે સમભિરૂઢનય એક પર્યાયવાચી શબ્દોમાં પણ શબ્દભેદથી અર્થભેદ માને છે. આ જ શબ્દનય અને સમભિરૂઢનયમાં વિશેષતા છે-તફાવત છે.]