________________
સૂત્ર-૩૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૦૩ (વચન પ્રમઃ (એક વચન), પ્રાણી (દ્વિવચન), ગ્રામ (બહુવચન) આમ વચનભેદથી અર્થ ભેદ માને છે.)
આ રીતે લિંગભેદ આદિથી અર્થભેદ છે. લિંગ આદિના ભેદમાં નીલ અને લાલ રંગ આદિની જેમ પરસ્પર વ્યાઘાત હોવાથી અર્થભેદ છે. શબ્દનય સાંપ્રત આદિ ભેદથી ત્રણ પ્રકારે કહ્યો છે. [પ. સાંપ્રત-શબ્દનય– આપણે સમજવું હોય કે અન્યને સમજાવવું હોય તો શબ્દોની જરૂર પડે છે. શબ્દો વિના વ્યવહાર ન ચાલે. શબ્દોથી થતા અર્થના બોધમાં શબ્દનયની પ્રધાનતા છે. શબ્દનય એટલે શબ્દને આશ્રયીને થતી અર્થવિચારણા. શબ્દનય લિંગ, કાળ, વચન વગેરેના ભેદથી અર્થભેદ માને છે. અર્થાત્ ભિન્ન ભિન્ન શબ્દ, લિંગ આદિનો અર્થ પણ ભિન્ન ભિન્ન સ્વીકારે છે.
લિંગભેદ– નર, નારી, કાળો, કાળી, કાળું, પ્યાલો, પ્યાલી, ઘડો, ઘડી, ચોપડો, ચોપડી વગેરે જુદા જુદા લિંગના જુદા જુદા અર્થો છે.
કાળભેદ– હતો, છે, હશે, રમો, રમે છે, રમશે વગેરે જુદા જુદા કાળના જુદા જુદા અર્થો છે. ઇતિહાસલેખકને ભૂતકાળના અમદાવાદનું વર્ણન કરવું છે. આથી લેખકના કાળમાં અમદાવાદ હોવા છતાં લેખક
અમદાવાદ હતું એમ લખે છે. અહીં ભૂતકાળનો પ્રયોગ શબ્દનયની દૃષ્ટિએ છે. શબ્દનય કહે છે કે ભૂતકાળમાં જે અમદાવાદ નગર હતું અને અત્યારે જે છે તે બંને જુદા છે. ઈતિહાસલેખકે ભૂતકાળનો જ પ્રયોગ કરવો જોઇએ.
વચનભેદ– ગાય, ગાયો, માણસ, માણસો વગેરે જુદા જુદા વચનના જુદા જુદા અર્થ છે.
કારકભેદ– છોકરો, છોકરાને, છોકરાથી વગેરે કારકના ભેદથી અર્થભેદ થાય છે.
આ પ્રમાણે શબ્દનય લિંગ આદિના ભેદથી અર્થભેદ માને છે, પણ એક જ શબ્દના પર્યાયવાચી શબ્દોના ભેદથી અર્થભેદનથી સ્વીકારતો. મનુષ્ય,