________________
૩૦૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ લૌકિક સમાન– મનુષ્યાદિ રૂપ લોકમાં જે પ્રસિદ્ધ છે તે લૌકિક વ્યવહાર, વ્યવહાર લૌકિક પુરુષોની સમાનતુલ્ય છે. જેમ લૌકિક પુરુષો વિશેષનો વ્યવહાર કરે છે તેમ વ્યવહારનય પણ વિશેષનો
વ્યવહાર કરે છે. (જેમકે, શાક સામાન્ય છે, દૂધી, પરવળ, ગુવાર વગેરે વિશેષ છે. શાક લાવવાનું હોય ત્યારે શેઠ નોકરને શાક લઈ આવ એમ ન કહે, કિંતુ દૂધીનું શાક, પરવળનું શાક, ગુવારનું શાક લઈ આવ એમ કહે. આમ લોકમાં વિશેષનો વ્યવહાર થાય છે. માટે આ વ્યવહારનય પણ વિશેષનો વ્યવહાર કરે છે.)
ઉપચારની બહુલતાવાળો– અન્ય સ્થાને રહેલા અર્થનો અન્ય સ્થાને અધ્યારોપ કરવો તે ઉપચાર. જેમકે, કુંડિકા ઝરે છે=ગળે છે, માર્ગ જાય છે. અહીં પરમાર્થથી તો કુંડીમાં રહેલું પાણી ઝરે છે, માર્ગમાં રહેલા પુરુષો જાય છે, આમ છતાં ઉપચારથી કંડિકા ઝરે છે, માર્ગ જાય છે એવો વ્યવહાર થાય છે. વિસ્તૃત અર્થવાળો- વ્યવહારનય ઉપચારની બહુલતાવાળો હોવાથી જ વિસ્તીર્ણ અધ્યવસાયવાળો છે, અર્થાત એના શેય વિષય અનેક હોવાના કારણે વ્યવહારનય વિસ્તૃત અર્થવાળો છે. | [૩. વ્યવહારનય–જે નય વિશેષ તરફ દષ્ટિ કરીને દરેક વસ્તુને જુદી જુદી માને તે વ્યવહારનય. આ નય કહે છે કે વિશેષ સામાન્યથી જુદું નથી એ વાત સાચી, પણ વિશેષ વિના વ્યવહાર ન ચાલી શકે. શું “વનસ્પતિ લાવ” એટલું કહેવા માત્રથી લાવનાર વ્યક્તિ કંઈ લાવી શકશે? નહિ જ. અહીં તમારે કહેવું જ પડશે કે “અમુક વનસ્પતિ લાવ.” આમ કહેવાથી તે જોઇતી વસ્તુ લાવી શકે છે. વિશેષને માન્યા સિવાય વ્યવહાર ચાલે જ નહિ. આથી વ્યવહારનય વિશેષ અંશને માને છે. ૧. અધ્યારોપએક વસ્તુના ગુણને બીજી વસ્તુમાં જોડવો. અધ્યારોપ અને આરોપ એ બંને
શબ્દોનો એક જ અર્થ છે. २. विस्तृतो विस्तीर्णोऽनेकोऽर्थो ज्ञेयो यस्य स विस्तृतार्थः अध्यवसायविशेषो व्यवहार इति
નિપાત (સિદ્ધસેન ગણિકૃત ટીકા)