________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૯૯ છે, સત્ માત્રથી ભિન્ન નથી. કેમકે સતથી અતિરિક્ત વસ્તુનો અભાવ છે. નિગમનને અભિમત સામાન્યરૂપ અને વિશેષરૂપ એ બધા પદાર્થો સત છે એમ સત રૂપે બધા પદાર્થોનો સંગ્રહ કરે એ સંગ્રહનય છે.
[૨. સંગ્રહનય- જે નય સર્વ વિશેષોનો એક રૂપે=સામાન્યરૂપે સંગ્રહ કરી લે તે સંગ્રહનય. દરેક વસ્તુ અપેક્ષાભેદથી સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપે છે, એમ આપણે જોયું. આથી દરેક વસ્તુમાં સામાન્ય અંશ અને વિશેષ અંશ રહેલ છે. સંગ્રહનય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. તે કહે છે કે સામાન્ય વિના વિશેષ હોઈ શકે જ નહિ. સામાન્ય વિના વિશેષ આકાશ કુસુમવત્ અસત્ જ છે. વનસ્પતિ વિના લીમડો હોઈ શકે જ નહિ. આથી જ્યાં જ્યાં વિશેષ છે ત્યાં ત્યાં સામાન્ય અવશ્ય હોય છે. આથી સંગ્રહનય દરેક વસ્તુની ઓળખાણ સામાન્યરૂપે આપે છે. એની દષ્ટિ સામાન્ય તરફ જ જાય છે.
આથી આ નયની દૃષ્ટિ વિશાળ છે. તે સર્વ વિશેષોનો સામાન્યથી એકરૂપે સંગ્રહ કરી લે છે. જેમકે ચેતન અને જડ એ બંને પદાર્થો જુદા છે. પણ આ નય તે બંનેને એકરૂપે સંગ્રહી લે છે. જડ અને ચેતન એ બંને પદાર્થો સત્ છે. સતુ તરીકે બંને સમાન છે=એક છે. પ્રત્યેક જીવ ભિન્ન ભિન્ન હોવા છતાં આ નય સર્વ જીવોને ચૈતન્યથી એકરૂપે માને છે. કારણ કે દરેકમાં ચૈતન્ય સમાન એક છે. સાડી, બુશકોટ, બ્લાઉઝ, ધોતિયું વગેરે અનેક પ્રકારની વસ્તુને કાપડ કહીને એકરૂપ માને છે. આમ આ નય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. સામાન્ય અંશમાં અનેક તરતમતા હોય છે. આથી સંગ્રહનયના દરેક દષ્ટાંતમાં પણ તરતમતા રહેવાની. સામાન્ય અંશ જેટલો વિશાળ તેટલો સંગ્રહનય વિશાળ. સામાન્ય અંશ જેટલો સંક્ષિપ્ત તેટલો સંગ્રહનય સંક્ષિપ્ત.]
વ્યવહારનયનું સ્વરૂપ વ્યવહાર– વ્યવહારના લક્ષણને કહેવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે– “નૌ”િ રૂત્યાલિ, વ્યવહાર લૌકિક સમાન છે, ઉપચારની બહુલતાવાળો છે અને વિસ્તૃત અર્થવાળો છે.