________________
૨૯૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ તેમાંથી બનેલી દરેક વસ્તુ વિશેષ છે. આથી માટીની અપેક્ષાએ ઘટ વિશેષ રૂપ છે. ઘટના પણ અનેક પ્રકારો હોય છે. જુદા જુદા પ્રકારના ઘટની અપેક્ષાએ ઘટ એ સામાન્ય છે અને જુદા જુદા પ્રકારના ઘટ વિશેષ છે. આમ દરેક વસ્તુ અપેક્ષાભેદથી સામાન્ય-વિશેષ સ્વરૂપ છે.
નૈગમનય સામાન્ય-વિશેષ ઉભયને અવલંબે છે. પણ તેનો આધાર લોકરૂઢિ છે. નૈગમનય લોકરૂઢિ પ્રમાણે ક્યારેક સામાન્યને અવલંબે છે તો ક્યારેક વિશેષને અવલંબે છે. જેમકે, ભારતમાં અમદાવાદની અમુક પોળમાં અમુક નંબરના ઘરમાં રહેતા ચંદ્રકાંતને જ્યારે જ્યારે અન્ય અજાણ વ્યક્તિ “તમે ક્યાં રહો છો? એ પ્રશ્ન પૂછે છે ત્યારે ત્યારે તે એક સરખો ઉત્તર નથી આપતો, કિન્તુ ભિન્ન ભિન્ન ઉત્તર આપે છે. જ્યારે તે અમેરિકામાં હોય ત્યારે જો કોઈ તેને “તમે ક્યાં રહો છો?' એમ પૂછે તો તે કહે કે “હું ભારતમાં રહું છું. જ્યારે તે ભારતમાં મહારાષ્ટ્ર આદિ દેશમાં હોય ત્યારે તે “હું ગુજરાતમાં રહું છું એમ ઉત્તર આપે છે. ક્યારેક તે “અમદાવાદમાં રહું છું' એમ ઉત્તર આપે છે. ક્યારેક “અમુક પોળમાં અમુક નંબરના ઘરમાં રહું છું’ એમ ઉત્તર આપે છે. અહીં પ્રશ્ન એક જ છે. તેના જવાબો અનેક છે. દરેક જવાબ સત્ય છે એમ નૈગમનય કહે છે. અહીં અમેરિકા, રશિયા વગેરે દેશોની અપેક્ષાએ ભારત વિશેષ છે. પણ ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર આદિ ભાગોની અપેક્ષાએ ભારત સામાન્ય છે. ભારતની અપેક્ષાએ ગુજરાત વિશેષ છે, પણ ગુજરાતના કચ્છ-કાઠિયાવાડ વગેરે ભાગોની અપેક્ષાએ ગુજરાત સામાન્ય છે. નૈગમનય સામાન્ય-વિશેષ ઉભયને ગ્રહણ કરે છે.]
સંગ્રહનયનું સ્વરૂપ સંગ્રહ– “અનામ્ ઇત્યાદિથી સંગ્રહના લક્ષણને કહે છે- ઘટાદિ પદાર્થોના સર્વ સ્વરૂપનો અને એક દેશ સ્વરૂપનો એક રૂપે સંગ્રહ કરવો તે સંગ્રહ. સર્વ એટલે સામાન્ય. કારણ કે સામાન્ય સર્વમાં વ્યાપ્ત છે. દેશ એટલે વિશેષ. કારણ કે વિશેષ અંશ સ્વરૂપ જ છે. સામાન્ય-વિશેષ સ્વરૂપનો એક રૂપે સંગ્રહ કરવો તે સંગ્રહ. કારણ કે બધા પદાર્થો સત માત્ર