________________
સૂત્ર-૩૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૬૧ ભાષ્યાર્થ– મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન વિપરીત પણ હોય છે. વિપરીત એટલે અજ્ઞાન. કેમકે જ્ઞાનથી વિપરીત અજ્ઞાન છે.
પ્રશ્ન- જે જ્ઞાન હોય તે જ અજ્ઞાન કેવી રીતે હોય? આ તો છાયા અને તડકાની જેમ અથવા શીત અને ઉષ્ણની જેમ અત્યંત વિરુદ્ધ છે.
ઉત્તર- મિથ્યાદર્શનના ઉદયને કારણે આ ત્રણ જ્ઞાનો વિપરીતભાવને ગ્રહણ કરનારા છે. તેથી જ્ઞાનના ફળને આપતા નથી પણ અજ્ઞાનના ફળને આપે છે. તે આ પ્રમાણે- મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. વિપરીત અવધિ(જ્ઞાન) વિર્ભાગજ્ઞાન કહેવાય છે.
પ્રશ્ન- સમ્યગ્દર્શનથી ગ્રહણ કરાયેલા મત્યાદિજ્ઞાન જ્ઞાન છે અન્યથા અજ્ઞાન જ છે એમ આપે કહ્યું. મિથ્યાષ્ટિઓ પણ ભવ્ય અને અભવ્ય હોય છે. તે બંને પ્રકારના મિથ્યાષ્ટિઓ ઇન્દ્રિયો નિમિત્ત છે જેમાં એવા સ્પર્શ વગેરે વિષયોને અવિપરીત પણે જાણે છે અને સ્પર્શને સ્પર્શ કહે છે, રસને રસ કહે છે એ પ્રમાણે બીજા વિષયોને પણ અવિપરીતપણે કહે છે તેથી મિથ્યાષ્ટિના જ્ઞાન અજ્ઞાન કેમ કહેવાય?
ઉત્તર– તેઓનું જ્ઞાન વિપરીત હોય છે. (અર્થાત્ તેઓનું જ્ઞાન વિષય પ્રતિભાસ રૂપે હોય છે પણ આત્મપરિણતિ રૂપે હોતું નથી તેથી વિપરીત છે.) (૧-૩૨)
टीका- अत्रावधौ वक्तव्ये अविभङ्गग्रहणमवधेविभङ्गो विपर्यय इति ज्ञापनार्थं, एते त्रयो ज्ञानभेदाः अज्ञानं ज्ञानं चेति सूत्रसमुदायार्थः, एनमेव प्रकटयन्नाह भाष्यकार: ‘मतिज्ञान'मित्यादि ज्ञानविपर्ययोऽयथार्थोऽवबोधः अज्ञानमिति, अत्राह चोदक:-'तदेव'इत्यादि, तदेव ज्ञानं मत्यादि तदेवाज्ञानं विपर्यय इति, नन्वित्यसूयायां, छायातपवत् शीतोष्णवच्चेति निदर्शनं, 'तदत्यन्तविरुद्ध'मिति तत् ज्ञानादज्ञानं अज्ञानाच्च ज्ञानं परस्परपरिहारेणावस्थानादत्यन्तविरुद्धं, यथा छायादेरातपादि, एकस्य विरुद्धधर्मद्वयसमारोपायोगादिति, अत्रोच्यते परिहार:-'मिथ्यादर्शने'त्यादि,