________________
સૂત્ર-૩૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
દ્રવ્યોને, અર્થાત્ જીવ વડે ચિંતવાતા દ્રવ્યોને જાણે છે. જીવ વડે ચિંતવાતા દ્રવ્યો પણ સર્વલોકમાં રહેલા નહિ, કિંતુ માનુષોત્તર પર્વત સુધીના અઢી દ્વીપ-સમુદ્ર પ્રમાણ ક્ષેત્રમાં રહેલા દ્રવ્યોને જુએ છે. એ દ્રવ્યોને અવધિજ્ઞાનીના શેય દ્રવ્યોથી અધિક વિશુદ્ધ–ઘણા પર્યાયવાળા જાણે છે, અર્થાત્ અધિક સ્પષ્ટ જાણે છે.
૨૪૭
તાત્પર્યાર્થ— વિશુદ્ધ અવધિજ્ઞાની પણ મનના વિચારોને જાણી શકે છે. આમ છતાં વિશુદ્ધ અવધિજ્ઞાની પણ મનના વિચારોને મન:પર્યાયજ્ઞાની જેટલી સૂક્ષ્મતાથી જાણી શકે છે તેટલી સૂક્ષ્મતાથી જાણી શકે નહિ. (૧-૨૯) टीकावतरणिका - केवलज्ञानस्य निबन्धमाह -
ટીકાવતરણિકાર્થ– કેવળજ્ઞાનના વિષયને કહે છે— કેવળજ્ઞાનનો વિષય— सर्वद्रव्यपर्यायेषु केवलस्य ॥१-३०॥
I
સૂત્રાર્થ– કેવળજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને સર્વપર્યાયો છે. (૧-૩૦) भाष्यं - सर्वद्रव्येषु सर्वपर्यायेषु च केवलज्ञानस्य विषयनिबन्धो भवति । तद्धि सर्वभावग्राहकं सम्भिन्नलोकालोकविषयम् । नातः परं ज्ञानमस्ति । न च केवलज्ञानविषयात्परं किञ्चिदन्यज्ज्ञेयमस्ति ॥ केवलं परिपूर्ण समग्रमसाधारणं निरपेक्षं विशुद्धं सर्वभावज्ञापकं लोकालोकવિષય(યં નિરાવર)મનન્તપર્યાયમિત્યર્થ: ૫-૩૦ના
ભાષ્યાર્થ કેવળજ્ઞાનનો વિષયવ્યાપાર સર્વદ્રવ્યોમાં અને સર્વપર્યાયોમાં હોય છે. કેવળજ્ઞાન સર્વભાવને ગ્રહણ કરનારું અને સંપૂર્ણ લોક, અલોકના વિષયવાળું છે, અર્થાત્ સંપૂર્ણ લોકને અને અલોકને જાણે છે. આનાથી (કેવળજ્ઞાનથી) શ્રેષ્ઠ કોઇ જ્ઞાન નથી અને કેવળજ્ઞાનના વિષયથી અધિક અન્ય કોઇ જ્ઞેય (જાણવા યોગ્ય) નથી. કેવળ એટલે પરિપૂર્ણ, સમગ્ર, અસાધારણ, નિરપેક્ષ, વિશુદ્ધ, સર્વભાવને જાણનારું, લોકાલોકના વિષયવાળું, આવરણથી રહિત અને અનંતપર્યાયવાળું છે. (૧-૩૦)