________________
સૂત્ર-૨૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય
૨૪૫ પરમાવધિજ્ઞાનનો બીજો પણ પ્રકાર ન થાઓ, અર્થાત્ અવધિજ્ઞાનથી પરમાવવિજ્ઞાન કદાચ ભિન્ન હશે એવી આશંકાને દૂર કરવા કહે છે“સુવિશુદ્ધના” રૂત્યાદિ, સુવિશુદ્ધ-પરમ પ્રકર્ષને પામેલા અવધિજ્ઞાનથી અવધિજ્ઞાની અંધ વગેરે રૂપી જ દ્રવ્યોને જાણે છે, રૂપીદ્રવ્યોના પણ અતીત અને અનાગત એવા ઉત્પાદ આદિ સર્વપર્યાયોને જાણી શકે નહિ. (૧-૨૮).
टीकावतरणिका- मनःपर्यायनिबन्धनमाहટીકાવતરણિતાર્થ– મન:પર્યાયના વિષયને કહે છે– મન:પર્યાયજ્ઞાનનો વિષયतदनन्तभागे मनःपर्यायस्य ॥१-२९॥ સૂત્રાર્થ–મના પર્યાયજ્ઞાનનો વિષય અવધિજ્ઞાનના વિષયનો અનંતમો ભાગ છે. (૧-૨૯)
भाष्यं- यानि रूपीणि द्रव्याण्यवधिज्ञानी जानीते ततोऽनन्तभागे मनःपर्यायस्य विषयनिबन्धो भवति । अवधिज्ञानविषयस्यानन्तभागं मनःपर्यायज्ञानी जानीते रूपिद्रव्याणि मनोरहस्यविचारगतानि च मानुषक्षेत्रपर्यापन्नानि विशुद्धतराणि चेति ॥१-२९॥
ભાષ્યાર્થ– અવધિજ્ઞાની જે(=જેટલા) રૂપીદ્રવ્યોને જાણે છે તેનાથી અનંતમા ભાગમાં મન:પર્યાયજ્ઞાનીનો વિષયવ્યાપાર હોય છે. અવધિજ્ઞાનના વિષયના અનંતમા ભાગને મન પર્યાયજ્ઞાની જાણે છે તથા મનુષ્યક્ષેત્રના પર્યાયને પામેલા એવા અપ્રગટ માનસિક વિચાર સંબંધી રૂપીદ્રવ્યોને અધિક વિશુદ્ધ જાણે છે. (૧-૨૯).
टीका- अवधिज्ञानविषयानन्तभागे मनःपर्यायज्ञानस्य विषयनिबन्धः इति सूत्रसमुदायार्थः । अवयवार्थं त्वाह भाष्यकार:-'यानी'त्यादिना