________________
સૂત્ર-૨૫ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૨૩૫ છે. અવયવાર્થને તો વિશુદ્ધિવૃતશ ઇત્યાદિથી ભાષ્યકાર કહે છેઋજુમતિ અને વિપુલમતિમાં ઘણાં પર્યાયોના જ્ઞાનરૂપ વિશુદ્ધિથી અને નાશ ન પામવારૂપ અપ્રતિપાતથી કરાયેલો ભેદ છે. આ જ વિષયને ભાષ્યકાર તથા ઇત્યાદિથી વિચારે છે. ઋજુમતિ અને વિપુલમતિ એ બંનેનું લક્ષણ પૂર્વે કહ્યું છે. ઋજુમતિથી વિપુલમતિ અધિક વિશુદ્ધ છે. કારણ કે વિપુલમતિના પર્યાયજ્ઞાન જાતિભેદથી અધિક પર્યાયોને જાણે છે. તે આ પ્રમાણે- કોઈ ઘટ ચિતવે ત્યારે ઋજુમતિમન:પર્યાયજ્ઞાનથી અમુકે ઘટ વિચાર્યો એમ સામાન્ય બોધરૂપ મનોદ્રવ્યના પર્યાયો જણાય છે. વિપુલમતિમન:પર્યાયથી અમુક મહાન, લાલ કે શ્યામ ઘટ વિચાર્યો એમ વિશેષ બોધરૂપ મનોદ્રવ્યના પર્યાયો જણાય છે.
ઋજુમતિ-વિપુલમતિના ભેદમાં આ બીજો હેતુ છે- અપ્રમત્ત સાધુએ પ્રાપ્ત કરેલું જુમતિ જ્ઞાન પડી પણ જાય. ગરિ શબ્દના પ્રયોગથી ન પણ પડે એમ જણાવે છે. પણ વિપુલમતિમન:પર્યાયજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી પડતું નથી.
મનોદ્રવ્યના વિશેષો ઘણા હોવા છતાં આ બે કારણોથી મન:પર્યાયજ્ઞાનના બે ભેદ ઘટી શકે છે. (ઋજુમતિમન:પર્યાયવાળો જીવ “અમુક વ્યક્તિએ ઘડાનો વિચાર કર્યો” એમ સામાન્યથી જાણે. જ્યારે વિપુલમતિના પર્યાયવાળો જીવ “અમુક વ્યક્તિએ અમદાવાદના, અમુક રંગના, અમુક આકારના, અમુક સ્થળે રહેલા ઘડાનો વિચાર કર્યો.” ઇત્યાદિ વિશેષથી જાણે. ઋજુમતિજ્ઞાન જતું પણ રહે, જયારે વિપુલમતિજ્ઞાન ન જ જાય. વિપુલમતિમન:પર્યાયજ્ઞાન ઉત્પન્ન થયા બાદ કેવળજ્ઞાન મોડું કે વહેલું અવશ્ય ઉત્પન્ન થાય.) (૧-૨૫)
भाष्यावतरणिका- अत्राह- अथावधिमनःपर्यायज्ञानयोः कः प्रतिविशेष इति । अत्रोच्यते
ભાષ્યાવતરણિકાર્થ– પ્રશ્ન અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનમાં શું ભેદ છે ?