________________
૨૩૦ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૩ અધું જાણે, ક્યારેક અન્ધ ગાઉ જોઇને એક ગાઉને જાણે, પછી અર્ધયોજન જાણે વગેરે ફેરફાર થાય. ક્યારેક વધે અને ઘટે એમ બંને અવસ્થાને અનુભવે. જેમકે, કોઈ એક દિશામાં એક ગાઉ જુએ છે, પછી એક ગાઉ વધારે જુએ છે, અને બીજી દિશામાં અગાઉ ઓછું જુએ છે અથવા ક્યારેક જતું રહે છે અને ક્યારેક ઉત્પન્ન થાય છે, અર્થાત્ ક્યારેક અન્ય કાળે ઉત્પન્ન થયેલું જતું રહે છે, ફરી ઉત્પન્ન થાય છે. અવધિજ્ઞાનનો ક્ષયોપશમ વિચિત્ર છે. અનવસ્થિત અવધિજ્ઞાન સમુદ્રના તરંગોની જેમ ફરી ફરી નાશ પામવાના અને ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે. જેમકે, સ્વચ્છ જલથી પરિપૂર્ણ મોટા સરોવરમાં જ્યારે પ્રબળ પવનના વેગથી પાણી સમૂહ ફેંકાય છે, ત્યારે મોટા તરંગો ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયેલા એ તરંગો સરોવરના કિનારે આવીને ધીમે ધીમે શાંત થાય છે. ફરી અભિઘાતવિશેષથી(=વિશેષ પવનના ઝપાટા વગેરેથી) તરંગો ઉત્પન્ન થાય છે. જેવી રીતે આ તરંગો અનવસ્થિત(=અસ્થિર) હોય છે તેવી રીતે અવધિજ્ઞાન પણ અનવસ્થિત છે.
(૬) અવસ્થિત- જેટલા પ્રમાણમાં ઉત્પન્ન થયું હોય તેટલા જ પ્રમાણમાં સદા રહે તે અવસ્થિત. આને જ ભાષ્યકાર કહે છે- અંગુલના અસંખ્યાતમા ભાગથી પ્રારંભી લોકાંત સુધીમાં જેટલા ક્ષેત્રમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેટલા ક્ષેત્રથી ઘટે નહિ, તેટલું જ સદાકાળ રહે.
ક્યાં સુધી રહે ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે- કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી રહે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં છાાસ્થિક જ્ઞાન જતું રહે છે. અથવા મૃત્યુ થાય ત્યાં સુધી રહે છે, પછી નાશ પામે છે. અથવા અન્ય જાતિમાં(Gભવમાં) પણ જતા જીવને અવધિજ્ઞાન છોડતું નથી, અર્થાતુ પરભવમાં પણ અવધિજ્ઞાન સહિત જ જાય છે. કોની જેમ ? લિંગની જેમ. પુરુષવેદ આદિ ત્રણ પ્રકારનું લિંગ છે. જેવી રીતે આ ભવમાં બાંધેલા) પુરુષવેદને લઈને જીવ અન્ય જન્મમાં જાય છે. એ પ્રમાણે (આ ભવમાં ઉત્પન્ન થયેલા) અવધિજ્ઞાનને પણ લઈને અન્ય જન્મમાં જાય છે. (૧-૨૩)