________________
સૂત્ર-૨૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૨૯
માત્ એવો પાઠ ઘટે છે. શાસ્ત્રોક્ત અંગુલના અર્થ પ્રમાણે એક અંગુલના અસંખ્ય પ્રદેશો છે. જ્યારે લોકપ્રસિદ્ધ અંગુલના તો સંખ્યાત પ્રદેશો છે. એથી જો અહીં લોકપ્રસિદ્ધ અંગુલ ભાષ્યકારને ઈષ્ટ હોય તો ભાષ્યકાર
મ ધ્યેયમા ત્િ એમ લખે. જ્યારે ભાષ્યકારે મતાધ્યેિયમાં એવો પ્રયોગ કર્યો છે. તેથી અહીં અંગુલ શબ્દનો પારિભાષિક(ત્રશાસ્ત્રોક્ત) જ અર્થ સમજવો જોઈએ.) કેવી રીતે ઘટે છે એ વિષયને સમજાવવા દૃષ્ટાંતનો ઉલ્લેખ કરે છે
છિન્ન” ફત્યાતિ, અગ્નિમાં સર્વદિશાઓમાં પલાલ(કપરાળ) આદિ ઇંધણ સતત નાંખવામાં આવે તો જ્વાળાઓ વધે. પણ સર્વ દિશાઓમાં ઇંધણ સતત નાંખવાનું બંધ થઈ જાય તો અગ્નિજવાળાઓ ક્રમશઃ ઘટતી જાય અને જલદી નાશ પામે, તેમ હીયમાન અવધિજ્ઞાન પણ ક્રમશઃ ઘટતાં ઘટતાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું રહે અથવા સર્વથા નાશ પણ પામે.
(૪) વર્ધમાનક–જે ક્રમશઃ વધતું જાય તે વર્ધમાનક. પહેલાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય, પછી અંગુલ જેટલા ક્ષેત્રમાં અને પછી હાથ જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય, એમ વધતાં વધતાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય દ્રવ્યથી વ્યાપ્ત એવા સંપૂર્ણલોક સુધી વધે.
કોની જેમ વધે છે અને કહે છે- “અઘોર રૂાતિ, જેવી રીતે નીચે અને ઉપરના અરણિકાષ્ઠના સંઘર્ષણથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં શુષ્કછાણ આદિનો પ્રક્ષેપ કરવાથી અગ્નિ વધે છે. વધી રહેલા અગ્નિમાં ફરી પરાળ આદિ ઇંધણ નાંખવાનું ચાલુ રાખવાથી અગ્નિ વધે છે. જેવી રીતે પ્રયત્નથી ઉત્પન્ન થયેલો અગ્નિ ફરી ઇંધણના લાભથી વિશેષ વધે છે, તેવી રીતે પૂર્વે થયેલું અવધિજ્ઞાન પરમશુભ અધ્યવસાયની પ્રાપ્તિથી વધે છે.
(૫) અનવસ્થિત– શુભાશુભ અનેક સંયમસ્થાનોની પ્રાપ્તિ થવાના કારણે ક્યારેક એક વસ્તુમાં સ્થિત(એકસરખું) ન રહે તે અનવસ્થિત છે. જેમકે એક યોજન જોઇને તેનું જ અધું જાણે. ત્યારબાદ તેનું પણ