________________
૨૨૮
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૨૩ નહિ. એ રીતે તે અવધિજ્ઞાન પણ જે સ્થાનમાં થયું હોય તે સ્થાનમાં જ જાણે છે, અન્ય સ્થળે નહિ. આનાથી વિપરીત અવધિજ્ઞાન આનુગામિક છે.
(૨) આનુગામિક– અનાનુગામિકથી વિપરીત આનુગામિક છે. જે કોઈ સ્થાને ઉત્પન્ન થયું હોય ત્યાંથી બીજા સ્થાને જનારને પણ પડે નહિનાશ પામે નહિ તે આનુગામિક છે. આમાં સૂર્યના પ્રકાશનું દૃષ્ટાંત છે. સૂર્યનો પ્રકાશ સૂર્યની સાથે જાય છે એ પ્રસિદ્ધ છે. સૂર્ય અન્ય ક્ષેત્રમાં પરોક્ષરૂપે હોય છે. આથી સંદેહ થઈ શકે છે. આથી બીજું પ્રત્યક્ષ દૃષ્ટાંત કહે છે- જેવી રીતે ઘડો પાકસ્થાનમાં લાલ હોય છે, તેમ ઘરમાંથી તળાવ વગેરે અન્ય સ્થળે ગયેલો પણ લાલ જ રહે છે.
(૩) હીયમાનક જે ક્રમશઃ ઘટતું જાય તે હીયમાનક શીર્ષપ્રહેલિકા સુધી સંખ્યા છે. શીર્ષપ્રહેલિકાથી આગળ અસંખ્ય છે. જંબૂદ્વીપ વગેરે અસંખ્ય દ્વીપોમાં, લવણ વગેરે અસંખ્ય સમુદ્રોમાં, રત્નપ્રભા વગેરે પૃથ્વીઓમાં, જ્યોતિષ્ક વગેરે વિમાનોમાં, અર્થાત્ તિહુઁ લીપસમુદ્રોમાં, ઊર્ધ્વ વિમાનોમાં અને નીચે પૃથ્વીઓમાં ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન ક્રમશઃ ઘટતું ઘટતું ત્યાં સુધી ઘટે કે છેલ્લે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રને જુએ છે. અહીં ભાવાર્થ આ છે- ઉત્પન્ન થાય ત્યારે તિર્લ્ડ બધા દ્વિપસમુદ્રોને, ઉપર બધા વિમાનોને અને નીચે બધી પૃથ્વીઓને જુએ છે. પછી તે બધાના એક ભાગને ન જુએ, બાકીનું બધું જુએ. પછી બે યોજન જેટલું ન જુએ, એ પ્રમાણે ક્રમશઃ ઘટતું ઘટતું તેટલું ઘટે છે કે અંગુલપરિમાણ ક્ષેત્રના અસંખ્યભાગો કરીને તેના એક અસંખ્યભાગમાં જેટલાં દ્રવ્યો રહે તેટલાં દ્રવ્યોને જુએ છે. ત્યારબાદ ક્યારેક રહે અને ક્યારેક નાશ પામે, અર્થાત્ તેટલાં પણ દ્રવ્યોને ન જુએ.
અહીં અંગુલશબ્દનો પારિભાષિક( શાસ્ત્રોક્ત) અર્થ જાણવો. અન્યથા મત્તસગ્યેયમાર્ એવો પ્રયોગ થવો જોઈએ. બીજાઓ અ ચ્ચે માત્ર એવા જ ભાષ્યપાઠને માન્ય કરે છે. (અહીં
ભાવાર્થ આ છે- અંગુલનો શાસ્ત્રોક્ત અર્થ હોય તો જ સત્તાધ્યેિય