________________
સૂત્ર-૨૩ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૨૭ ઇત્યાદિથી કહે છે. જેવી રીતે વાદળ વગેરે સૂર્યને આચ્છાદિત કરે છે તેવી રીતે પૂર્વોક્ત સ્વરૂપવાળા અવધિજ્ઞાનનું આચ્છાદન કરનાર અવધિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી છ પ્રકારનું અવધિજ્ઞાન થાય છે. છ પ્રકારનું અવધિજ્ઞાન ક્ષય અને ઉપશમ એ બંને સમુદિતથી જ થાય છે, એકલા ક્ષયથી કે એકલા ઉપશમથી નહિ. ક્ષય-ઉપશમનું સ્વરૂપ પૂર્વે જણાવ્યું છે.
અવધિજ્ઞાનના છ ભેદો તે છ પ્રકાર આ પ્રમાણે છે- અનાનુગામિક, આનુગામિક, હીયમાનક, વર્ધમાનક, અનવસ્થિત અને અવસ્થિત.
(૧) અનાનુગામિક– તે છમાં અનાનુગામિક આ પ્રમાણે છે- જે અવશ્ય સાથે આવે તે અનુગામી. એને સ્વાર્થમાં રૂદ્ પ્રત્યય લાગતાં કાનુIfમ થાય. અથવા અનુગમન (સાથે જવું) પ્રયોજન છે જેનું તે આનુગામિક. અનુગામિક નહિ તે અનાનુગામિક. આનો ભાવાર્થ આ પ્રમાણે છે- ઉપાશ્રય આદિ જે ક્ષેત્રમાં કાયોત્સર્ગ ક્રિયા આદિના પરિણામવાળા બનેલા જીવને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય, તે સ્થાનમાંથી જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી પદાર્થોને જાણે, ત્યાંથી અન્ય સ્થાનમાં ગયેલાનું અવધિજ્ઞાન નાશ પામે, તે અનાનુગામિક છે. પ્રશ્ન- કોની જેમ ?
ઉત્તર- પ્રજ્ઞાશપુરુષજ્ઞાનવત્ પ્રશ્નનો જવાબ આપનારા પુરુષના જ્ઞાનની જેમ. જીવ, ધાતુ અને મૂળિયા (આદિ) સંબંધી પ્રશ્ન પૂછવા તે પ્રશ્ન. તેનો જવાબ આપવો તે આદેશ. પ્રજ્ઞા પુરુષશાનવત્ એટલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપનારા પુરુષના જ્ઞાનની જેમ. અથવા પૂછાયેલા પ્રશ્નમાં પરાયણ પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપવામાં તત્પર એવા પુરુષના જ્ઞાનની જેમ.
અહીં ભાવના આ પ્રમાણે છે- પ્રશ્નનો જવાબ આપતો કોઈ નૈમિત્તિક પૂછાયેલા અર્થનો કોઈક જ સ્થાને સાચો જવાબ આપી શકે છે, બધા સ્થળે