________________
સૂત્ર-૨૨, શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૨૧૭ ભાષ્યકાર મવપ્રત્યય ઈત્યાદિથી અવધિના બે ભેદને જ કહે છેભવનિમિત્તક અને ક્ષયોપશમ નિમિત્તક એમ બે પ્રકારે અવધિ જ્ઞાન છે. ભવન, ભવ, જન્મ, ઉત્પાદ(=ઉત્પત્તિ) આ બધા શબ્દોનો એક જ અર્થ છે. ભવ જ જેનું કારણ છે તે ભવનિમિત્તક છે. ક્ષયોપશમ જેનું નિમિત્ત છે તે ક્ષયોપશમનિમિત્તક છે. ઉદયમાં આવેલા અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય અને ઉદયમાં નહિ આવેલા અવધિજ્ઞાનાવરણીયકર્મનો ઉપશમ=ઉદયવિઘાત તે ક્ષયોપશમ કહેવાય.
શબ્દ પોતાનામાં રહેલા અનેક ભેદોનો સંગ્રહ કરવા માટે છે, અર્થાત્ ભવનિમિત્તક અને ક્ષયોપશમનિમિત્તક અવધિજ્ઞાનના પ્રત્યેકના અનેક ભેદો છે તે જણાવવા માટે વ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રશ્ન- અવધિજ્ઞાનના લક્ષણનું વિધાન કરવાના અવસરે અવધિજ્ઞાનના ભેદોનું કહેવું અયુક્ત છે.
ઉત્તર– એમ ન કહેવું. કેમકે ભેદના કથનથી જ લક્ષણનું કથન કરવામાં આવ્યું છે. અહીં આ ભાવ છે- ભવથી અને ક્ષયોપશમથી ઓળખાતું અવધિજ્ઞાન બે પ્રકારે છે. (૧-૨૧)
टीकावतरणिका- सूत्रान्तरसम्बन्धमाह-'तत्र'तयोरुद्घटितयोर्भेदयोराद्यस्तावदुच्यते, तमाह
ટીકાવતરણિકાર્થ– અન્ય સૂત્રના સંબંધને કહે છે- તત્ર, બતાવેલા બે ભેદોમાંથી પ્રથમ ભેદ કહેવાય છે. અવધિજ્ઞાનના પ્રથમ ભેદને કહે છે– ભવપ્રત્યય અવધિજ્ઞાનના સ્વામીभवप्रत्ययो नारकदेवानाम् ॥१-२२॥ સૂત્રાર્થ–નારકોને અને દેવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે. (૧-૨૨)
भाष्यं- नारकाणां देवानां च यथास्वं भवप्रत्ययमवधिज्ञानं भवति । भवप्रत्ययं भवहेतुकं भवनिमित्तमित्यर्थः । तेषां हि भवोत्पत्तिरेव तस्य हेतुर्भवति पक्षिणामाकाशगमनवत्, न शिक्षा न तप इति ॥१-२२॥