________________
૨૧૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૧ ઉત્તરપક્ષ-અયુક્ત નથી. ક્યારેક કોઈ વિષયને જાણી લેવા છતાં કોઈ અન્ય નિમિત્તથી આશંકા થાય તો શિષ્યને એનું સમાધાન જ યાદ કરાવવું જોઈએ અથવા કંઈક અધિક પણ બતાવવું જોઈએ. પણ ગુસ્સે નહિ થવું જોઇએ. આ બતાવવા માટે ફરી ભેદનું કથન કર્યું છે. (૧-૨૦)
टीकावतरणिका-अत्रावसरे चोदक आह-'उक्तं श्रुतज्ञानं' भवतेति, 'अथावधिज्ञानं किं' यदस्यानन्तरमुद्दिष्टमिति, अत्रोच्यते इत्याह
ટીકાવતરણિતાર્થ– આ અવસરે પ્રેરક કહે છે કે, આપે શ્રુતજ્ઞાન કહ્યું. શ્રત પછી જેના નામથી નિર્દેશ કર્યો છે તે અવધિજ્ઞાન કેવું છે?, અર્થાત કેવા સ્વરૂપવાળું છે? અહીં તેને કહીએ છીએ. આથી સૂત્રકાર કહે છે
અવધિજ્ઞાનનાં બે ભેદોફિવિથોડવઃ ૨-૨ સૂત્રાર્થ– અવધિના બે ભેદ છે. (૧-૨) भाष्यं- भवप्रत्ययः क्षयोपशमनिमित्तश्च ॥१-२१॥
ભાષ્યાર્થ– અવધિજ્ઞાન ભવપ્રત્યય અને ક્ષયોપશમનિમિત્તક એમ બે પ્રકારનું છે. (૧-૨૧)
टीका-द्वे विधे-द्वौ भेदौ यस्य स द्विविधोऽवधिः-ज्ञानविशेष इति सूत्रसमुदायार्थः, अवयवार्थाभिधित्सया द्वैविध्यमेवाह भाष्यकार:'भवप्रत्यय' इत्यादिना भवनं भवः जन्मोत्पाद इत्यनर्थान्तरं, स एव प्रत्ययः-कारणं यस्यावधेः स भवप्रत्ययः, तथा क्षयोपशम:अवधिज्ञानावरणपरिशाटोदयविघातलक्षणः निमित्तं यस्य स तथाविधः, चशब्दः स्वगतानेकभेदसमुच्चयार्थः, न च लक्षणविधानावसरेऽस्य भेदाभिधानमयुक्तं, भेदकथनेनैव लक्षणाभिधानात्, एतदुक्तं भवतिभवक्षयोपशमाभ्यां लक्ष्यमाणो द्विविधोऽवधिरिति ॥१-२१॥
ટીકાર્થ– જેના બે ભેદ છે તે દ્વિવધ. અવધિ જ્ઞાનવિશેષ છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવાર્થને કહેવાની ઇચ્છાથી