________________
૨૧૫
સૂત્ર-૨૦ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૧૫ અધ્યયન=પ્રન્થનો અલ્પ વિભાગ. ઉદ્દેશો=અધ્યયનનો અલ્પ વિભાગ. પદ-ઉદેશાનો અલ્પ વિભાગ.
મતિ-શ્રુતમાં ભેદ પૂર્વપક્ષ– “ગત્રાઈ ફત્યાતિ, જેનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે તે મતિ-શ્રુતનો વિષય તુલ્ય છે, અર્થાત્ જાણવા યોગ્ય પદાર્થોમાં કોઈ ભેદ નથી. આને અહીં જ હવે પછીના સૂત્રમાં કહેશે. જે સૂત્ર હવે પછી કહેવાશે તે સ્ત્રના એક દેશનો ઉપન્યાસ કરે છે- “ચ્ચેશ્વસર્વપર્યાપુ” મતિ-શ્રુતજ્ઞાનનો વિષય ધર્માસ્તિકાય આદિ સર્વદ્રવ્યો અને કેટલાક પર્યાયો છે. વિષય સમાન હોવાથી મતિ-શ્રુતમાં સમાનતા છે, ભેદ નથી.
ઉત્તરપક્ષ- અત્રોત- ભેદનું પ્રયોજન પૂર્વે કહેલું જ છે. પૂર્વોક્તને જ “સામૃત' ઇત્યાદિથી પ્રકાશિત કરે છે. મતિજ્ઞાન વર્તમાન પદાર્થને ગ્રહણ કરે છે, શ્રુતજ્ઞાન ત્રિકાળના પદાર્થોને ગ્રહણ કરે છે, અને અધિક વિશુદ્ધ છે. કારણ કે તે વ્યવહિત, દૂર રહેલા અને અનેક સૂક્ષ્મ પદાર્થોને ગ્રહણ કરે છે. વળી તે બેમાં બીજો ભેદ આ છે- મતિજ્ઞાન સ્પર્શને આદિ ઇન્દ્રિયોના, મનના અને ઓઘજ્ઞાનના નિમિત્તથી પ્રવર્તે છે. તથા આત્માનો જાણવાનો સ્વભાવ હોવાથી મતિજ્ઞાન પારિણામિક હોવાથી સદા કાળ પ્રવર્તે છે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવને મતિજ્ઞાન ક્યારેય ન હોય એવું બનતું નથી=સદા કાળ હોય છે. કારણ કે નિગોદજીવોને પણ જ્ઞાનનો અનંતમો ભાગ સદા ઉઘાડો હોય છે(=આવરાયેલો હોતો નથી) એમ આગમ બોલે છે. આથી મતિજ્ઞાન પારિણામિક છે. શ્રુતજ્ઞાન આવું નથી. કારણ કે શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોવા છતાં માત્ર મહિના નિમિત્તથી થતું નથી, કિંતુ અરિહંત આદિના વચનથી થાય છે.
પૂર્વપક્ષ- ‘મત્રદ ફત્યાત્રિ, પૂર્વપક્ષકાર કહે છે કે પહેલાં કહ્યું જ છે કે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનના ભેદને અમોએ જાણી લીધો છે. તો પછી ફરી ભેદ સંબંધી પ્રશ્ન અને તેનો ઉત્તર એ બંનેય અયુક્ત છે.