________________
૨૧૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦ પ્રકરણ સમાપ્તિની અપેક્ષાએ વિવક્ષિત અધિકારની પૂર્ણતાની અપેક્ષાએ. અહીં ભાવાર્થ આ છે- જયાં આચારાદિ રૂપ અર્થ પૂર્ણ થયો તે આ આચારાદિ અંગ છે. જેમાં બીજો વિવિધ અર્થ છે તે રાજપ્રસેનકીય આદિ ઉપાંગ છે.
શિન્ય–વળી આ કારણથી પણ અંગ અને ઉપાંગ એવો ભેદ છે. ‘સુવપ્રદા' રૂલ્યા, અંગ-ઉપાંગ એવા ભેદ કરવાથી પૂર્વે ગ્રહણ નહિ કરેલા શ્રુતને કષ્ટ વિના ગ્રહણ કરશે. ગ્રહણ કરેલા શ્રુતને સુખપૂર્વક બુદ્ધિથી ધારણ કરશે. તેના અર્થને સાંભળતા શિષ્યો સુખપૂર્વક વિશિષ્ટ જ્ઞાનને ઉત્પન્ન કરશે, સુખપૂર્વક અર્થનો નિર્ણય કરશે. આ પ્રમાણે આ અર્થ નિશ્ચિત થયો કે પ્રત્યુપેક્ષણાદિને કાળભેદથી જાણીને(=ક્યા કાળે કર્યું અનુષ્ઠાન કરવાનું છે એમ જાણીને) સુખપૂર્વક વ્યાપારને (=પડિલેહણાદિ સાધુ વ્યાપારને) યથાકાળ કરશે.
“અન્યથા' રૂત્યાદિ, ભેદથી રચવામાં ન આવે તો અંગ-ઉપાંગ એવા ભેદથી નહિ રચાયેલું શ્રુત સમુદ્રને તરવાની જેમ દુઃખેથી જાણી શકાય તેવું બને. આનાથી પૂર્વો, વસ્તુઓ, પ્રાભૂતો, પ્રાભૃત-પ્રાભૂતો, અધ્યયનો, ઉદ્દેશાઓ અને પદોનું વ્યાખ્યાન થઈ ગયેલું જાણવું.
આનાથી=અંગ-ઉપાંગના ભેદનું સુખપૂર્વક ગ્રહણ કરી શકાય ઇત્યાદિ પ્રયોજન જણાવવાથી પૂર્વ આદિના ભેદનું પણ પ્રયોજન જણાવ્યું, અર્થાત્ અંગ-ઉપાંગ એવો ભેદ કરવામાં સુખપૂર્વક ગ્રહણ કરી શકાય ઈત્યાદિ જે કારણો છે તે જ કારણો પૂર્વ આદિ ભેદો કરવામાં છે.
પૂર્વ=દષ્ટિવાદમાં આવેલા વિભાગો. ગણધરોએ સર્વપ્રથમ પૂર્વોની રચના કરી હોવાથી પૂર્વ કહેવાય છે. વસ્તુ પૂર્વનો જ અલ્પ વિભાગ. પ્રાભૃત–વસ્તુનો અલ્પ વિભાગ. પ્રાભૃત-પ્રાભૃત-પ્રાભૃતનો અલ્પ વિભાગ.