________________
સૂત્ર-૨૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૦૯
(૮) અંતકૃદશા– અંતકૃદ્ એટલે સિદ્ધ. જેમાં સિદ્ધ જીવોનું વર્ધમાન સ્વામીના અને સર્વ તીર્થંકરોના તીર્થમાં આટલા સિદ્ધ થયા એવું વર્ણન કરાય છે તે અંતકુદશા.
(૯) અનુત્તરોપાતિકદશા– અનુત્તરોપપાતિક દેવોનું જેમાં વર્ણન હોય તે અનુત્તરોપપાતિકદશા.
(૧૦)પ્રશ્નવ્યાકરણ– પૂછાયેલા જીવાદિ તત્ત્વના ભગવાને આપેલા પ્રત્યુત્તરનું વર્ણન જેમાં હોય તે પ્રશ્નવ્યાકરણ. (૧૧)વિપાકસૂત્ર– કર્મના વિપાકનું જે સૂત્રમાં વર્ણન હોય તે વિપાકસૂત્ર.
(૧૨)દૃષ્ટિવાદ– અજ્ઞાનિક આદિ (મિથ્યા)દૃષ્ટિઓની પ્રરૂપણા જેમાં કરાયેલી હોય તે દૃષ્ટિવાદ. અથવા દૃષ્ટિઓનું જેમાં પાત(=સમાવેશ) છે તે દૃષ્ટિપાત.
મતિશ્રુતમાં ભેદનું કારણ
અહીં પ્રશ્નકાર પૂછે છે કે, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં શી વિશેષતા છે ? પ્રશ્નકારનો આશય એ છે કે બંને શાનમાં પરોક્ષત્વ (બંને જ્ઞાન પરોક્ષજ્ઞાન છે.) વગેરે સમાન છે તો પછી એ બેમાં શી વિશેષતા છે ? સિદ્ધાંતવાદી કહે છે કે, પ્રશ્નકારના પ્રશ્નનો પ્રત્યુત્તર અપાય છેમતિજ્ઞાન ઉત્પન્ન અને અવિનષ્ટ એવા રૂપ આદિ અર્થને ગ્રહણ કરનારું છે અને વર્તમાનકાળના વિષયવાળું છે.
ઉત્પન્ન– પોતાના સ્વરૂપથી ઉત્પન્ન થયેલું હોય, પણ વર્તમાનમાં ઉત્પન્ન થતું હોય તેવું નહિ. ઉત્પન્ન થયેલી વસ્તુ નાશ પણ પામી ગઇ હોય. આથી અહીં અવિનષ્ટ એમ કહ્યું, અર્થાત્ ઉત્પન્ન થયેલી વસ્તુ નાશ પામી ગયેલી ન હોવી જોઇએ, વિદ્યમાન હોવી જોઇએ. મતિજ્ઞાન ઉત્પન્ન અને અવિનષ્ટ એવા રૂપાદિ અર્થને જાણે છે. ઉત્પન્ન અને અવિનષ્ટ પણ ત્રિકાળસ્થાયી પદાર્થોમાં ત્રિકાળ વિષયવાળું જ્ઞાન સંભવે છે. આથી તેનો
ન