________________
૨૦૮
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦
(૧૨)નિશીથ– જે સૂત્રથી અર્થથી પ્રકાશિત ન કરી શકાય પરિણત સાધુ સિવાય કોઈને ન કહી શકાય તે નિશીથ અધ્યયન.
(૧૩)ઋષિભાષિત– પ્રત્યેકબુદ્ધ આદિ ઋષિઓએ કહેલા અધ્યયનો ઋષિભાષિત છે. જેમકે- કપિલ મુનિએ રચેલ કાપિલીય અધ્યયન વગેરે. ઇત્યાદિ સઘળું શ્રુત અંગબાહ્ય જાણવું.
અંગપ્રવિષ્ટ કૃતના બાર ભેદો હવે અંગ પ્રવિષ્ટ શ્રુતને જણાવવા માટે કહે છે-“ગપ્રવિષ્ટમ” રૂત્યાતિ, પૂર્વે જેનો નિર્દેશ કર્યો છે તે અંગપ્રવિષ્ટ શ્રુત બાર પ્રકારનું છે. તે આ પ્રમાણે- આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતાધર્મકથા, ઉપાસકાધ્યયનદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દષ્ટિવાદ.
(૧) આચાર– જેમાં જ્ઞાનાદિ આચારનું વર્ણન કરાય છે તે આચાર.
(૨) સૂત્રકૃત– જેમાં અજ્ઞાનિક વગેરે વાદીઓનું વર્ણન કરવામાં આવ્યું છે તે સૂત્રકૃત.
(૩) સ્થાન– જેમાં એક વગેરે અન્ય અન્ય પર્યાયોનું(=સ્થાનોનું) વર્ણન કરવામાં આવ્યું છે તે સ્થાન.
(૪) સમવાય- જેમાં વર્ષધર, નદી, પર્વતો વગેરેનું સમ્યફ નિશ્ચિત વર્ણન કરવામાં આવ્યું છે તે સમવાય.
(૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ- જેમાં જીવાદિ સંબંધી વ્યાખ્યાનું નય દ્વારા પ્રરૂપણા કરાય છે તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ.
(૯) જ્ઞાતાધર્મકથા– જ્ઞાત એટલે દૃષ્ટાંત. જેમાં દૃષ્ટાંતપૂર્વક ધર્મ કહેવાય છે તે જ્ઞાતાધર્મકથા.
(૭) ઉપાસકદશા– જેમાં શ્રાવકોએ કેવી રીતે રહેવું જોઇએ=વર્તવું જોઇએ એવું વર્ણન જે દશ અધ્યયનોમાં હોય તે ઉપાસકદશા.