________________
૨૧૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૦ નિષેધ કરવા માટે કહે છે- “સામૃતવાવિષયમ' તિ, મતિજ્ઞાન વર્તમાનકાલીન વિષયને ગ્રહણ કરનારું છે.
શંકા– સ્મરણનો વિષય અતીતકાળ સંબંધી હોય છે. આથી જ સઘળું ય મતિજ્ઞાન વર્તમાનકાળનું જ હોય એવું નથી.
સમાધાન– એમ ન કહેવું. કારણ કે વર્તમાનકાળમાં ગ્રહણ ન કરેલા કોઈ અર્થનું સ્મરણ થતું નથી. જેવી રીતે પૂર્વકાળે જોયેલા અર્થનું અન્યકાળે દર્શન (આ તે જ માણસ છે કે જેને પૂર્વે મેં જોયો હતો) પ્રમાણ છે, તેવી રીતે પૂર્વે અનુભવેલી વસ્તુનું વર્તમાનમાં સ્મરણ પ્રમાણ છે.
શ્રુતજ્ઞાને તુ રૂાતિ, તુ શબ્દ મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ભિન્ન છે એમ જણાવવા માટે છે. શ્રુતજ્ઞાન ત્રિકાળના વિષયવાળું છે, અર્થાત્ શ્રુતજ્ઞાનથી ત્રણે કાળના પદાર્થોનો બોધ થાય છે. કાળના કારણે શ્રુતજ્ઞાનમાં ભેદ ભલે હોય, પણ વિષયનો અભેદ જ છે એમ કોઈ ન માની લે એટલા માટે કહે છે- “ઉત્પન્નવિનછાનુન્નાર્થગ્રાહ' તિ, શ્રુતજ્ઞાન ઉત્પન્ન, વિનષ્ટ અને અનુત્પન્ન અર્થને ગ્રહણ કરે છે. ઉત્પન્ન=વર્તમાનકાળમાં વિદ્યમાન.વિનષ્ટ=ભૂતકાળ અનુત્પન્ન=ભાવી. શ્રુતજ્ઞાન ઉત્પન્ન, વિનષ્ટ અને અનુત્પન્ન અર્થને જાણે છે. કેમકે શ્રુત મનના નિમિત્તથી વિશિષ્ટ ચિંતન સ્વરૂપ છે, અર્થાત્ શ્રુતથી ત્રણે કાળના પદાર્થોનું ચિંતન કરવા દ્વારા જ્ઞાન થાય છે.
પ્રશ્ન- શ્રુતજ્ઞાન ઉત્પન્ન, વિનષ્ટ, અનુત્પન્નનું ગ્રાહક છે એટલું જ કહેવું જોઇએ. શ્રુતજ્ઞાન ત્રિકાળના વિષયવાળું છે એમ કેમ કહ્યું? કારણ કે જે ઉત્પન્નાદિ રૂપ હોય તે ત્રિકાળ વિષયવાળું હોય જ?
ઉત્તર– તમારું આ કથન બરોબર નથી. કારણ કે જે પદાર્થ ઉત્પન્નાદિ ભેદવાળો હોય તે ત્રિકાળ વિષયક જ હોય એવો નિયમ નથી. પ્રત્યેક ઉત્પન્નાદિ વિશિષ્ટ જ્ઞાન ત્રિકાળ વિષયક નથી હોતું. આથી ઉત્પન્નાદિ વિશિષ્ટ જ્ઞાન અને ત્રિકાળ વિષય એ બેમાં કથંચિત્ એકત્વ છે એ બતાવવાને માટે ત્રિકાળ વિષયક એમ કહ્યું છે.