________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
ત્ર તત્ત્વાર્થાધિગમ સૂત્ર બ
સંબંધકારિકા
ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિ મ.સા.નો મંગલ શ્લોક– वीरं प्रणम्य तत्त्वज्ञं तत्त्वार्थस्य विधीयते । टीका सङ्क्षेपतः स्पष्टा मन्दबुद्धिविबोधिनी ॥
અર્થ— તત્ત્વજ્ઞાતા શ્રી વીર (પરમાત્મા)ને પ્રણામ કરીને તત્ત્વાર્થસૂત્રની મંદબુદ્ધિવાળા મનુષ્યોને વિશેષથી બોધ કરનારી સંક્ષેપથી સ્પષ્ટ (અર્થવાળી) ટીકા કરાય છે.
21
टीका- इह मङ्गलादीनी शास्त्राणीति भावमङ्गलाधिकारे इष्टदेवतास्तवकरणं शिष्टसमयः, इष्टदेवता चास्य शास्त्रकर्तुरुत्तमोत्तमपुरुषविशेषः, स च षट्पुरुषीस्वरूपावगमात् ज्ञेयः, षट्पुरुषी च क्रियाभेदात्, सा च क्रिया जन्मनि सम्भवतीति तद् येन यथाभूतं सुलब्धं भवति तथाभूतमपि अभिधातुमाह
ટીકાર્થ— અહીં શાસ્ત્રના પ્રારંભમાં મંગલ વગેરે હોય છે. આથી ભાવમંગલના અધિકારમાં ઇષ્ટદેવતાનું સ્તવન કરવું એ શિષ્ટપુરુષોનો આચાર છે. આ શાસ્રકારના ઇષ્ટદેવ ઉત્તમોત્તમ (સર્વથી શ્રેષ્ઠ) પુરુષવિશેષ છે. તે પુરુષવિશેષ છ પુરુષોના સ્વરૂપના બોધથી જણાવવા યોગ્ય છે. આ છ પુરુષો ક્રિયાના ભેદથી છે—ક્રિયાભેદના કારણે છે. તે ક્રિયા જન્મ થયે છતે સંભવે છે. તેથી તે જન્મ જેના વડે યથાર્થ સ્વરૂપવાળું સફળ થાય છે તેવા સ્વરૂપને પણ જણાવવા માટે કહે છે— सम्यग्दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोति ।
યુ:નિમિત્તમપીવું, તેન પુનર્વ્યા મતિ નગ્ન રાશા આf ॥
૧. આ છ પુરુષો કારિકા-૩ માં કહેવાશે. ૨. આર્યલક્ષળમ્
यस्याः पादे प्रथमे, द्वादश मात्रास्तथा तृतीयेऽपि । अष्टादश द्वितीये, चतुर्थके पञ्चदश साऽऽर्या ॥