________________
સૂત્ર-૧૯
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૯૩
તેમાં જરા પાણી દેખાય છે. અહીં જ્યાં સુધી શકોરું પાણી ચૂસે છે ત્યાં સુધી તેમાં પાણી દેખાતું નથી, છતાં તેમાં પાણી નથી એમ ન કહી શકાય. પાણી હોય છે પણ તે અવ્યક્ત હોય છે. શકોરું ભીનું થયા બાદ પાણી વ્યક્ત થાય છે. તેમ પ્રસ્તુતમાં વ્યંજનાવગ્રહમાં જ્ઞાન અવ્યક્ત હોય છે અને અર્થાવગ્રહમાં સામાન્યરૂપે વ્યક્ત હોય છે.
વ્યંજનાવગ્રહમાં ઇહા વગેરે પ્રવર્તતા નથી. માટે વ્યજ્જનસ્યાવગ્રહ એવા બીજા સૂત્રની આવશ્યકતા છે. (૧-૧૮)
टीकावतरणिका - तत् किमयं व्यञ्जनावग्रहो न सर्वत्र ?, ओमित्युच्यते, तथा चाह सूत्रकार:
ટીકાવતરણિકાર્થ– પ્રશ્ન— તેથી શું આ વ્યંજનાવગ્રહ સર્વત્ર(=બધી ઇન્દ્રિયોમાં) નથી પ્રવર્તતો ?
ઉત્તર– હા, વ્યંજનાવગ્રહ સર્વત્ર નથી પ્રવર્તતો.
તે પ્રમાણે જ સૂત્રકાર કહે છે—
ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ ન થાય—
न चक्षुरनिन्द्रियाभ्यां ॥१-१९॥
સૂત્રાર્થ— ચક્ષુ અને મન વડે થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહનો અભાવ છે. (૧-૧૯)
भाष्यं चक्षुषा नोइन्द्रियेण च व्यञ्जनावग्रहो न भवति । चतुर्भिरिन्द्रियैः शेषैर्भवतीत्यर्थः । एवमेतन्मतिज्ञानं द्विविधं चतुर्विधं अष्टाविंशतिविधं अष्टषष्ट्युत्तरशतविधं षट्त्रिंशत्त्रिशतविधं च भवति ||ચ્છુ-૨||
ભાષ્યાર્થ— ચક્ષુથી અને નોઇન્દ્રિયથી વ્યંજનાવગ્રહ થતો નથી. બાકીની ચાર ઇન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ થાય છે. આ પ્રમાણે આ મતિજ્ઞાન બે પ્રકારનું, ચાર પ્રકારનું, અઠ્યાવીશ પ્રકારનું, એકસો અડસઠ પ્રકારનું અને ત્રણસો છત્રીસ પ્રકારનું થાય છે. (૧-૧૯)