________________
૧૯૨
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૮ પ્રશ્ન- શબ્દાદિ આકારે પરિણમેલા યુગલોથી કોઈ પ્રકારનો (અવ્યક્ત પણ) બોધ થતો નથી. તેથી તેમને જ્ઞાન કેમ કહેવાય ?
ઉત્તર– વિશિષ્ટાથવગ્રહરિત્વીત્રએ પુદ્ગલો વિશિષ્ટ અર્થાવગ્રહને ( કંઈક છે એવા અવ્યક્ત બોધને) કરાવનારા હોવાથી તેમને (કારણમાં કાર્યના ઉપચારથી) જ્ઞાન કહેવામાં આવે છે, અર્થાત્ અર્થાવગ્રહના બોધની સન્મુખ કરાવનારા હોવાથી શબ્દાદિ આકારે પરિણમેલા પુગલોનો જ્ઞાન તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે.
વ્યંજનનો અવગ્રહ જ થાય છે, ઈહા વગેરે થતા નથી. કેમકે ઈહાઅપાય-ધારણા પોતપોતાના અંશમાં નિયત થયેલા છે. તે આ પ્રમાણેઆ મૃણાલનો સ્પર્શ છે કે સર્પનો સ્પર્શ છે એવી વિચારણામાં ઈહા, આ મૃણાલનો જ સ્પર્શ છે એમ નિશ્ચિત કરવામાં અપાય અને નિશ્ચિત થયેલા અર્થને ધારી રાખવામાં ધારણા નિયત થયેલ છે.
“વ” રૂત્યાદ્ધિ, હમણાં જ બે સૂત્રોમાં કહ્યું તેમ અવગ્રહના બે પ્રકાર છે. પૂર્વે જેનું સ્વરૂપ કહ્યું છે તે વ્યંજન અને અર્થ એમ બે વિષયોના કારણે અવગ્રહના વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ બે પ્રકાર છે.
હાર્વર્થઐવ=ઈહા વગેરે તો સામાન્ય-વિશેષ રૂપ અર્થના (=પદાર્થના) જ થાય છે.
પૂર્વપક્ષ- જો પુદ્ગલો વ્યંજન છે તો વ્યંજન અર્થથી ભિન્ન કેવી રીતે છે? અર્થાત્ ભિન્ન નથી. જો અભિન્ન છે તો વ્યનીવપ્ર€: એવા બીજા સૂત્રની શી જરૂર છે?
ઉત્તરપક્ષ- પ્રાપ્તકારી ઇન્દ્રિયોના વિષય હોય તે જ પુદગલો વ્યંજન છે. તે પુગલો સર્વપ્રથમ અર્થાવગ્રહ બોધની સન્મુખ કરાવનારા હોવાથી તે પુદ્ગલોનો વ્યંજન તરીકે કરેલો સ્વીકાર તપેલા શકોરાને ભિલું કરવા તુલ્ય છે. તે આ પ્રમાણે- અત્યંત તપેલા શકોરામાં પાણીનાં ટીપાં નાખતાં શકો તેને ચૂસી લે છે. એથી જરાય પાણી દેખાતું નથી. લગાતાર થોડીવાર પાણીના ટીપાં નાંખવામાં આવે તો થોડા સમય બાદ