________________
સૂત્ર-૧૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૮૧ પ્રમાણે પ્રવર્તે છે. તથા આ અવગ્રહાદિ કથંચિત્ નહિ જાણેલા વિષયને જણાવનારા હોવાથી બધા જ પ્રમાણ છે. (માત્ર અપાય જ પ્રમાણ છે એમ નહિ, કિંતુ અવગ્રહાદિ બધાય પ્રમાણ છે.)]
આ અવગ્રહાદિ જ્ઞાનો કથંચિત્ રૂપથી નહીં જાણેલા પદાર્થોને જાણનારા હોવાથી તે બધા પ્રમાણ જ છે. પ્રમેય વસ્તુ નજીકમાં હોતે જીતે મતિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમની વિચિત્રતા હોવાથી એક સાથે જ આ અવગ્રહાદિ પ્રમાતુને આ પ્રમાણે પ્રવૃત્ત થાય છે. (અર્થાત્ ઉત્પન્ન થાય છે.) પણ અવગ્રહ માત્રથી જ્ઞાન થઈ જાય એવો શેય પદાર્થનો એક જ સ્વભાવ નથી. (અર્થાત્ ઈહાદિની અપેક્ષા રાખે છે.)
અહીં સુધી ગ્રંથકાર પોતાનો અભિપ્રાય જણાવે છે. ગ્રંથકારનું કહેવું છે કે અવગ્રહાદિથી યુક્ત સવિકલ્પજ્ઞાન જ પ્રમાણ બની શકે. પણ દર્શન જેવું અથવા અવગ્રહ વખતે જે જ્ઞાનમાત્રા હોય તેટલી જ્ઞાનમાત્રાવાળું નિર્વિકલ્પજ્ઞાન પ્રમાણ ન થઈ શકે.
નિર્વિકલ્પજ્ઞાન પ્રમાણ નથી બૌદ્ધો નિર્વિકલ્પજ્ઞાનને પ્રમાણ માને છે. અવગ્રહાદિથી યુક્ત સવિકલ્પજ્ઞાનને પ્રમાણ માનતા નથી. બૌદ્ધો પોતાની વાતને જણાવે છે કે- નિર્વિકલ્પજ્ઞાન પ્રત્યક્ષ છે. (તેથી પ્રમાણ છે.) અને વિકલ્પજ્ઞાન નિર્વિકલ્પજ્ઞાનની પછી થતું હોવાથી અને ગૃહીતગ્રાહી હોવાથી અપ્રમાણ છે. કારણ કે નિર્વિકલ્પજ્ઞાન અને વિકલ્પજ્ઞાન બંને પરસ્પર ભેદવાળા છે. નિર્વિકલ્પથી ગ્રાહ્યનું વિકલ્પ વડે ગ્રહણ ન થઈ શકે. દા.ત. વિદ્યુત આદિના ચમકારાનું ગ્રહણ થયા પછી તુરત નાશ પામતું હોવાથી ત્યાં વિકલ્પની પ્રવૃત્તિ થતી નથી તેમ. નિર્વિકલ્પ એક સ્વભાવ રૂપ પદાર્થને ગ્રહણ કરનાર છે અને નિરય ક્ષણિક બોધવાળો છે. માટે તેમાં પટુપણાદિથી કલ્પનાનો યોગ થઈ શકતો નથી. નિર્વિકલ્પજ્ઞાનમાં ગૃહીત ગ્રાહિતપણું સંભવતું નથી. કેમ કે નિર્વિકલ્પજ્ઞાન નાશ પામી ગયું હોવાથી પછી થનાર વિકલ્પજ્ઞાન નિર્વિકલ્પને જાણી શકતું નથી. અહીં સુધી બૌદ્ધોએ નિર્વિકલ્પજ્ઞાન પ્રમાણ છે તેની સિદ્ધિ માટે દલીલો આપી