________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૫
વાસનાધારણા– મત્યવસ્થાન=અન્યવિષયમાં ઉપયોગ થવા છતાં જેનો અપાય થયો હોય તે અપાયવાળી મતિનું શક્તિરૂપે ટકવું તે મત્યવસ્થાન(વાસનારૂપ) ધારણા છે.
૧૮૦
સ્મૃતિધારણા– અવધારળ=પૂર્વે અનુભૂત વિષયનું સ્મરણરૂપ જ્ઞાન તે અવધારણ(=સ્મૃતિ) ધારણા છે. આ પ્રમાણે પ્રતિપત્તિર્યથાસ્વમ્ ઇત્યાદિ કથનથી અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ એમ ત્રણ પ્રકારની ધારણા કહી.
આ પ્રમાણે સ્વલક્ષણથી ધારણાને કહીને હવે ધારણાના જ પર્યાયશબ્દોને કહે છે- ધારણા, પ્રતિપત્તિ, અવસ્થાન, નિશ્ચય, અવગમ અને અવબોધ આ બધા શબ્દોનો એક જ અર્થ છે, અર્થાત્ આ શબ્દો સામાન્યથી ધારણારૂપ અર્થને કહેનારા હોવાથી આ શબ્દોના અર્થમાં ભેદ નથી.
જેમ સ્પર્શેન્દ્રિયથી સ્પર્શની ઉપલબ્ધિમાં ભાવના કરી તેમ રસના વગેરે ઇન્દ્રિયોથી રસ વગેરેની ઉપલબ્ધિમાં પણ ભાવના કરવી.
[પૂર્વપક્ષ– દૂર રહેલા વિષયમાં અવગ્રહાદિ ક્રમશઃ પ્રવર્તે એ બરોબર છે. જેમકે દૂરથી દેખાતી વસ્તુ સ્થાણુ છે કે પુરુષ છે ? ઇત્યાદિ સ્થળે અવગ્રહાદિ ક્રમશઃ પ્રવર્તે. પણ જે વસ્તુ તદ્દન નજીકમાં જ રહેલી છે અને એથી ષ્ટિમાં પડતાં જ આ અમુક વસ્તુ છે એવો અપાય થઇ જાય છે. તેથી નજીકમાં રહેલી વસ્તુમાં અવગ્રહાદિ ક્રમશઃ ન પ્રવર્તવા જોઇએ.
ઉત્તરપક્ષ— નજીકમાં રહેલા પણ પ્રમેયમાં મતિજ્ઞાનાવરણીય કર્મક્ષયોપશમની વિચિત્રતાથી પ્રમાતાને એકીસાથે જ અવગ્રહાદિ આ
૧. નિર્ણય(=અપાય) થયા પછી તે વસ્તુનો ઉપયોગ ટકી રહે તે અવિચ્યુતિધારણા છે. આ અવિચ્યુતિધારણાને જ અહીં પ્રતિપત્તિયથાસ્વમ્ પદોથી જણાવી છે. અવિચ્યુતિધારણાથી આત્મામાં તે વિષયના સંસ્કાર પડે છે. આ સંસ્કાર એ જ વાસનાધારણા. આ વાસનાધારણાને જ અહીં મત્યવસ્થાનમ્ એ પદથી જણાવી છે. આત્મામાં પડેલા સંસ્કારો નિમિત્ત મળતાં જાગૃત બને છે. એથી પૂર્વાનુભૂત વસ્તુનું કે પ્રસંગનું સ્મરણ થાય છે. પૂર્વાનુભૂત વસ્તુનું કે પ્રસંગનું સ્મરણ એ જ સ્મૃતિધારણા છે. આ સ્મૃતિધારણાને જ અહીં અવધારળમ્ એ પદથી જણાવી છે. અવિચ્યુતિધારણાથી વાસનાધા૨ણા થાય, વાસનાધારણાથી સ્મૃતિધારણા થાય.