________________
૧૭૯
સૂત્ર-૧૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સર્પસ્પર્શ છે એવી ઇહા અસમ્યફ છે. કારણ કે મૃણાલસ્પર્શને અનુકૂળ ઈતા નથી. આ પ્રમાણે ઈહાની પ્રવૃત્તિ થયા પછી શું થાય છે તે કહે છે“Tળવોષવિવારપાડધ્યવસાય નીરોડપાય: તિ, આ સ્પર્શમાં મૃણાલમાં જ જણાતા ગુણો છે અને સર્પમાં જણાતા ગુણો નથી એ પ્રમાણે ગુણદોષની વિચારણા થાય છે. આવી વિચારણાથી અધિક સ્પષ્ટ અધ્યવસાયઃ બોધ થાય છે. આ અધિક સ્પષ્ટબોધ એ જ અપનોદ છે. (અપનોદ એટલે દૂર થવું. તે અધ્યવસાય તેમાં નહિ રહેલા સર્પસ્પર્શ વગેરેને દૂર કરે છે. આથી અધ્યવસાય એ જ અપનોદ છે.) આ મૃણાલસ્પર્શ જ છે એવા પ્રકારના નિશ્ચયથી અપનોદ થાય છે. આ પ્રમાણે ઇહા કરીને આવા પ્રકારનો જે અપનોદ તે અપાય છે. જે નિશ્ચયથી જાણે છે તે અપાય.
આ પ્રમાણે સ્વલક્ષણથી અપાયને કહીને અપાયના જ પર્યાય શબ્દોને કહે છે- અપાય, અપગમ, અપનોદ, અપવ્યાધ, અપેત, અપગત, અપવિદ્ધ અને અપનુત્ત આ બધા શબ્દોનો એક જ અર્થ છે.
અપાય, અપગમ, અપનોદ, અપવ્યાધ એ શબ્દોથી એકાર્થક શબ્દો કહ્યા પછી તથા એમ કહીને ભાવને કહેનારા અપેત, અપગત, અપવિદ્ધ, અપનુત્ત એ શબ્દોથી ફરી પર્યાયવાચી શબ્દોનું કથન કર્યું તે વસ્તુસંબંધી જે અપાય છે તે ઈહા પછી તુરત થાય છે અને જેનું લક્ષણ હમણાં કરાઈ રહ્યું છે તે અપાય છે, એમ જણાવવા માટે છે.
ધારણાના ત્રણ ભેદ આ પ્રમાણે અપાયને કહીને હવે ધારણાને કહેવાની ઈચ્છાથી ભાષ્યકાર કહે છે- ધારા રૂત્યાતિ, ધારણા લક્ષ્ય છે. (ધારણાના અવિશ્રુતિ, વાસના અને સ્મૃતિ એમ ત્રણ ભેદ છે.)
અવિસ્મૃતિ ધારણા- પ્રતિત્તિર્યથાસ્વ=પોતાને યોગ્ય મૃણાલ સ્પર્શ વગેરે જે જે વિષયનો બોધ થયો હોય તેનો નાશ ન થવો, અર્થાત્ મૃણાલ સ્પર્શ વગેરે જે વિષયનો અપાય થયો હોય તે વિષયનો ઉપયોગ ટકી રહે, તે પ્રતિપત્તિયથાવ(=અવિસ્મૃતિ) ધારણા છે.