________________
૧૭૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૫ થઈ ગયેલું હોવાથી વિશેષ વિચારણા ન કરવાથી કોઈ એકનો પણ નિર્ણય કરવા જીવ સમર્થ થતો નથી. જ્યારે ઈહામાં અવગ્રહથી કેવળ સ્પર્શનું જ્ઞાન થતાં શું આ મૃણાલનો સ્પર્શ છે કે સર્પનો સ્પર્શ છે? એ પ્રમાણે વિશેષ વિચારણા થાય છે. તેમાં ઈહા મૃણાલસ્પર્શમાં અનુભવેલા સદ્ભૂત વિશેષોના ઉપાદાનની સન્મુખ થયેલી હોય છે અને અસદ્દભૂત વિશેષોના ત્યાગની સન્મુખ થયેલી હોય છે. આથી સંશયમાં અને ઈહામાં સમાનતા નથી.
સંશય અને ઈહામાં સમાનતા નથી તો ઇહા શું છે? તેને કહે છેનિશ્ચવિશેષવિજ્ઞાસા વેષ્ટા પદાર્થના વિશેષ સ્વરૂપનો નિશ્ચય કરવા માટે જિજ્ઞાસા થાય છે. એ જિજ્ઞાસાથી થતી વિચારણા રૂપ ચેષ્ટા હા કહેવાય છે.
આ પ્રમાણે સ્વલક્ષણથી ઇહાનું નિરૂપણ કરીને ઇહાના જ પર્યાય શબ્દોને કહે છે- ઈહા, ઊહા, તર્ક, પરીક્ષા, વિચારણા અને જિજ્ઞાસા એ બધા શબ્દોનો એક જ અર્થ છે. સામાન્યથી આ બધા શબ્દો ઈહાવાચક હોવાથી તેમના અર્થમાં ભેદ નથી.
અપાયનું લક્ષણ અપાય- આ પ્રમાણે બહાને જણાવીને અપાયને જણાવવા માટે કહે છે- મવગૃહીતે રૂત્યક, મવગૃહીત એવા પ્રયોગથી પણ પહેલાં અવગ્રહ થાય પછી ઇહા થાય એવા ક્રમને કહે છે. સ્પર્શસામાન્ય આદિ વિષયનો અવગ્રહ થયા પછી આ મૃણાલસ્પર્શ છે એ પ્રમાણે ઉપાદાનની સન્મુખ થતી ઈહા સમ્યગુ છે. કારણ કે મૃણાલસ્પર્શને અનુકૂળ ઇહા છે. આ ૧. ટીકામાં ચેષ્ટાનો બોધ અર્થ કર્યો છે. પણ સરળતાથી સમજી શકાય એ માટે અનુવાદમાં ચેષ્ટાનો વિચારણા અર્થ લખ્યો છે. હાનો વિચારણા અર્થ બહુ પ્રસિદ્ધ છે. ટીકાની વોઃ
તત્ત્વત્મિવ્યાપારરૂપ: એ પંક્તિનો શબ્દાર્થ આ પ્રમાણે છે- સ્વસ્વરૂપવાળા (અથવા સ્વસ્વરૂપમાં રહેલા) આત્માનો વ્યાપાર બોધ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. એથી જાણવું એ જ આત્માનો વ્યાપાર છે. આત્માનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ એટલે બોધ રૂપ વ્યાપાર. માટે, અહીં વોઇ: સ્વતસ્વીત્મવ્યાપારરૂપ: એમ કહ્યું છે.