________________
૧૮૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૫
છે. ત્યારે બૌદ્ધોને પ્રશ્ન કરાય છે કે- નિર્વિકલ્પજ્ઞાન ક્ષણિક અને એકસ્વભાવવાળું છે તો પછી લૌકિકવ્યવહાર શેના આધારે કરાય છે ? આના જવાબમાં બૌદ્ધો કહે છે કે—
સુગતમતમાં સર્વ વસ્તુસમૂહ ક્ષણિક માનેલ છે. ક્ષણિક વસ્તુ પ્રથમ ચક્ષુ આદિને પ્રત્યક્ષ થાય તે જ્ઞાન કહેવાય છે. આવું જ્ઞાન નામ, જાતિ કલ્પનાથી રહિત હોવાથી નિર્વિકલ્પ કહેવાય છે. ત્યાર પછી વાસનાબળથી ઉત્પન્ન થયેલ વિકલ્પજ્ઞાન સંકેતકાળ વખતે જોયેલ વસ્તુને ગ્રહણ કરે છે, આથી સંકેતકાળે થયેલ જ્ઞાન અને શબ્દનો સંપર્ક થાય છે અને તે જ શબ્દ સંપર્કયોગ્ય છે. જે નિર્વિકલ્પજ્ઞાન અને પાછળ વાસનાથી ઉત્પન્ન થયેલ વિકલ્પજ્ઞાન અને આના વિષયભૂત ઉત્પન્ન થયેલ પરંપરાના બળથી વિકલ્પવિજ્ઞાન સર્વ નિશ્ચય કરે છે. આથી સર્વ પણ લૌકિકવ્યવહાર આ વિકલ્પ વિજ્ઞાનથી ચાલે છે. દા.ત. જેમ બાળક પણ પૂર્વે જોવાપૂર્વક સ્તનને જાણતો નથી ત્યાં સુધી સ્તનને વિષે મુખને રાખતો નથી. નિર્વિકલ્પ નિશ્ચય કરનાર નથી. કારણ કે પોતાના સ્વરૂપને જ ઉત્પન્ન કરે છે. તે પ્રથમ ક્ષણે જ નાશ પામવાથી શબ્દ સંબંધને યોગ્ય નથી અને આથી જ નિર્વિકલ્પજ્ઞાન વ્યવહારનું કારણ બનતું નથી.
આચાર્ય કહે છે કે તમારી આ વાત સાચી નથી. કેમ કે- નિર્વિકલ્પજ્ઞાન જો લૌકિકવ્યવહારનું કારણ ન બનતું હોય તો પછી નિર્વિકલ્પજ્ઞાન પ્રમાણ કેવી રીતે બની શકે ? એટલે કે જો નિર્વિકલ્પજ્ઞાન પણ ઉત્તરકાળમાં વ્યવહારને ઉત્પન્ન કરવા સમર્થ એવા વિકલ્પજ્ઞાનના પ્રામાણ્યના સ્વીકારની અપેક્ષા રાખતો હોય તો તેને બદલે વિકલ્પજ્ઞાન જ પ્રામાણ્ય તરીકે સ્વીકાર કરવો શ્રેષ્ઠ છે.
અને વળી તમારા મતે નિર્વિકલ્પજ્ઞાન સ્વયં અપ્રમાણભૂત છે અને અપ્રમાણભૂત હોતે છતે જો તે નિર્વિકલ્પજ્ઞાનના પ્રામાણ્યનો વ્યવસ્થાપક (સાધક) થાય તો એ વાતમાં કાંઇ સાર નથી. તેથી અવગ્રહાદિથી યુક્ત સવિકલ્પજ્ઞાન જ નિશ્ચય કરાવવાના સ્વભાવવાળો છે અને લૌકિક