________________
૧૭૧
સૂત્ર-૧૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ તેમાં એક મતિજ્ઞાન ઇન્દ્રિયનિમિત્ત જ છે. આ જ્ઞાન પૃથ્વીકાય-અપ્લાયતેઉકાય-વાયુકાય-વનસ્પતિકાય એ પાંચ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને હોય છે. કેમકે તેમને મન હોતું નથી. ઇન્દ્રિયોની અપેક્ષા વિના થતું સ્મૃતિજ્ઞાન અનિન્દ્રિયનિમિત્ત છે. કારણ કે તેમાં ચક્ષુ આદિ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ હોતી નથી. તથા જાગ્રદ્ અવસ્થામાં સ્પર્શેન્દ્રિયથી અને મનથી ઉપયુક્ત બનીને સ્પર્શ કરે છે ત્યારે આ ઉષ્ણ છે, આ શીત છે એવું જ્ઞાન ઇન્દ્રિયાનિન્દ્રિયનિમિત્ત છે. કારણ કે તે જ્ઞાનની ઉત્પત્તિમાં ઇન્દ્રિય અને મન એ બે નિમિત્ત થાય છે.
આ બધું એકશેષ સમાસ કરવાથી પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે-ન્દ્રિય વ નિયિંર ફન્દ્રિયનિજિયે વ=ન્દ્રિયનિન્દ્રિયનિ, તે જે જ્ઞાનમાં નિમિત્ત છે તે જ્ઞાન ક્રિયાનિન્દ્રિયનિમિત્તમ છે. આને જ ભાષ્યકાર કહે છે-ન્દ્રિનિમિત્તમ્ નિક્તિનિમિત્તે શબ્દથીન્દ્રિયનિન્દ્રિનિમિત્તમ્ પણ સમજી લેવું.
અપેક્ષા રૂપ કારણને આશ્રયીને આચાર્યભગવંતે તકિયાનિન્દ્રિયનિમિત્તમ્ એવું સૂત્ર કહ્યું છે. પ્રકાશ, વિષય અને ઇન્દ્રિયો અપેક્ષાકારણ છે, અર્થાત મતિજ્ઞાન થવામાં પ્રકાશ આદિની અપેક્ષા રહે છે. પ્રકાશ, વિષય અને ચક્ષુ આદિ ઇન્દ્રિયો હોય તો મતિજ્ઞાન થાય છે એમ જોવામાં આવ્યું છે. આ ત્રણમાં પણ ઇન્દ્રિયોને અંતરંગ અપેક્ષા કારણ તરીકે કહી છે. પારમાર્થિક કારણ તો મતિજ્ઞાનાવરણકર્મના પુગલોનો ક્ષયોપશમ છે. મતિજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમ વિના મતિજ્ઞાનની ઉત્પત્તિ થતી નથી.
પૂર્વપક્ષ- જો એમ છે તો અંતરંગનિમિત્ત ક્ષયોપશમનો જ કારણ તરીકે સ્વીકાર કરવો જોઈએ. બાહ્ય ઇન્દ્રિયાનિન્દ્રિય નિમિત્તને કહેવાની કોઈ જરૂર નથી.
ઉત્તરપક્ષ-ક્ષયોપશમ સર્વસાધારણ હોવાથી (=સર્વ પ્રકારના જ્ઞાનમાં જરૂરી હોવાથી) કહ્યો નથી અથવા શબ્દથી ક્ષયોપશમનો પણ સંગ્રહ કર્યો છે.