________________
૧૭૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૪ गन्धे चक्षुषो रूपे श्रोत्रस्य शब्दे, अत एषां स्पर्शनादीनां स्वविषयेषु वर्तमानानां ग्राहितया यदुपजायते ज्ञानं तत् तानीन्द्रियाण्यालम्ब्योत्पद्यमानमिन्द्रियनिमित्तमिति भण्यते, इदानीमनिन्द्रियनिमित्तमाचष्टे अनिन्द्रियं-मनस्तन्निमित्तं यस्य तदनिन्द्रियनिमित्तं, कीहक् तद् इत्याह 'मनोवृत्तिः' मनोविज्ञानमिति, मनसो-भावाख्यस्य वर्तनं-विषयपरिच्छेदितया परिणतिर्मनोवृत्तिः, 'ओघज्ञानं चेति ओघः-सामान्य अप्रविभक्तरूपं यत्र न स्पर्शनादीनीन्द्रियाणि नापि मनोनिमित्तमाश्रीयते, केवलं मत्यावरणीयक्षयोपशम एव तस्य ज्ञानस्योत्पत्तौ निमित्तं, यथा वल्ल्यादीनां नीवाद्यभिसर्पणज्ञाने न स्पर्शनं निमित्तं, न मनो निमित्तमिति, तस्मात्तत्र मतिज्ञानावरणक्षयोपशम एव केवलो निमित्तं क्रियत ओघજ્ઞાન II-૨૪ો.
ટીકાર્થ– આ સૂત્રનો સમુદાયાર્થ(=સામાન્ય અર્થ) પૂર્વે (૧૨મા સૂત્રમાં) કહ્યો છે. હવે વિશેષ અર્થને કહે છે- “તત તિ,
પ્રશ્ન- હમણાં જ કહેલા લક્ષણથી યુક્ત મતિજ્ઞાન કયા નિમિત્તથી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર- મતિજ્ઞાનની ઉત્પત્તિના હેતુ બે હોવાથી મતિજ્ઞાન બે પ્રકારનું છે. તે જ બે પ્રકારના હેતુથી મતિજ્ઞાનના બે કાર્યને બતાવે છે-ન્દ્રિયનિમિત્તનિજિયનિમિત્ત , તેમાં સ્પર્શન વગેરે પાંચ ઇન્દ્રિયો જેમાં નિમિત્ત છે તે ઇન્દ્રિયનિમિત્ત છે. શ્રોત્રેન્દ્રિય વિના આ શબ્દ છે એવું જ્ઞાન થતું નથી. સ્પર્શેન્દ્રિય વિના આ શીત છે કે આ ઉષ્ણ છે એવું જ્ઞાન થતું નથી. એ પ્રમાણે અન્ય ઇન્દ્રિયોમાં પણ જાણવું. તથા “નિન્દ્રિયનિમિત્તમ રૂતિ, ઇન્દ્રિયથી અન્ય તે અનિન્દ્રિય. અનિન્દ્રિય એટલે મન અને ઓઘસંજ્ઞા. જે મતિજ્ઞાનનું મન અને ઓઘસંજ્ઞા નિમિત્ત છે તે અનિન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન છે. મન સ્મૃતિજ્ઞાનનું કારણ છે.
મતિજ્ઞાનના ત્રણ પ્રકાર અહીં આ વિશેષ જાણવું- એક ઇન્દ્રિયનિમિત્ત, બીજું અનિન્દ્રિયનિમિત્ત અને ત્રીજું ઇન્દ્રિયાનિન્દ્રિયનિમિત્ત. આમ મતિજ્ઞાન ત્રણ પ્રકારનું છે.