________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૪
પ્રશ્ન— ક્ષયોપશમ ભાવેન્દ્રિય છે. એથી ન્દ્રિયનિમિત્ત માં ક્ષયોપશમનો પણ સમાવેશ થઇ જાય છે. એથી 7 શબ્દથી ક્ષયોપશમનો સંગ્રહ કરવાની જરૂર નથી.
૧૭૨
ઉત્તર– ભાવેન્દ્રિય(=ક્ષયોપશમ) ઇન્દ્રિયનિમિત્ત નથી, અર્થાત્ ઇન્દ્રિયનિમિત્તમાં ભાવેન્દ્રિયની(=ક્ષયોપશમની) ગણના થતી નથી.
ઇન્દ્રિયનિમિત્તને ભાષ્યકાર સ્વયં વિચારે છે-‘તત્રેન્દ્રિય’ ત્યાદિ, તે ત્રણમાં ઇન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન કોને કહેવાય તે જણાવવામાં આવે છેઇન્દ્રિયો પોતપોતાના વિષયને ગ્રહણ કરે ત્યારે ઉત્પન્ન થતું મતિજ્ઞાન ઇન્દ્રિયનિમિત્ત છે, અર્થાત્ સ્પર્શન સ્પર્શને, રસના રસને, ઘ્રાણ ગંધને, ચક્ષુ રૂપને, શ્રોત્ર શબ્દને ગ્રહણ કરવા માટે પ્રવર્તે ત્યારે જે જ્ઞાન થાય તે જ્ઞાન ઇન્દ્રિયોના આલંબનથી ઉત્પન્ન થતું હોવાથી ઇન્દ્રિયનિમિત્ત કહેવાય છે.
હવે અનિન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાનને કહે છે- અનિન્દ્રિય એટલે મન. જે જ્ઞાનમાં મન નિમિત્ત બને તે જ્ઞાન અનિન્દ્રિયનિમિત્ત છે. તે જ્ઞાન કેવું છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે- મનોવૃત્તિ:, ભાવમનની વિષયના બોધ રૂપે પરિણતિ તે મનોવૃત્તિ, અર્થાત્ મનોવિજ્ઞાન. ‘ઓધજ્ઞાનં વ' કૃતિ, ઓઘ એટલે વિભાગ રહિત સામાન્ય. જે જ્ઞાનમાં સ્પર્શનાદિ ઇન્દ્રિયોનો અને મનરૂપ નિમિત્તનો આશ્રય કરાતો નથી, કેવળ મત્યાવરણીયકર્મનો ક્ષયોપશમ જ હોય છે, તે ઓઘજ્ઞાન છે. જેમકે વેલડીઓ વગેરે છાપરા વગેરે તરફ જાય છે. તેમાં સ્પર્શનેન્દ્રિય કે મન નિમિત્ત નથી. તેથી ત્યાં ઓઘજ્ઞાન થવામાં કેવળ મતિજ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે. (૧-૧૪)
टीकावतरणिका - तत् पुनरिन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च ज्ञानं किमेकरूपमुतास्ति कश्चिद्भेदकलापः ?, अस्तीत्याह यद्यस्ति ततो भण्यताम्, उच्यते—
ટીકાવતરણિકાર્થ–પ્રશ્ન– તે ઇન્દ્રિયનિમિત્ત અને અનિન્દ્રિયનિમિત્ત જ્ઞાન એક જ પ્રકારનું છે કે અનેક પ્રકારનું છે ?