________________
૧૫૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૧૧ तच्छब्द एतदित्यस्यार्थे, पञ्चविधमपि ज्ञानं मत्यादि द्वे प्रमाणे भवत इत्येतदत्र विधीयते, किम्भूते द्वे इत्याह-'परोक्षं प्रत्यक्षं चेति परैःइन्द्रियैरुक्ष-सम्बन्धनं यस्य ज्ञानस्य तत् परोक्षम्-इन्द्रियादिनिमित्तं मत्यादि, यत्पुनरिन्द्रियादिनिमित्तनिरपेक्षमात्मन एवोपजायते अवध्यादि तत् प्रत्यक्षं, चशब्दः स्वगतानेकभेदसमुच्चयार्थः, इत्थमुपन्यासे चैवमेवानयोर्भाव इति प्रयोजनं ॥१-१०॥
જ્ઞાન બે પ્રમાણરૂપ છે ટીકાર્થ– આ પાંચેય પ્રકારનું જ્ઞાન બે પ્રમાણ રૂપ છે. આ પ્રમાણે સૂત્રનો સંક્ષિપ્ત અર્થ છે. વિસ્તારથી અર્થ “તત ઇત્યાદિથી ભાષ્યકાર કહે છે- મૂળ સૂત્રમાં તત્ શબ્દ તત્ શબ્દના અર્થમાં છે. મતિ આદિ પાંચેય પ્રકારનું જ્ઞાન બે પ્રમાણ રૂપ છે એવું આ સૂત્રમાં કહેવામાં આવ્યું છે. બે પ્રકાર કયા છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે- પરોક્ષ પ્રત્યક્ષ
=જ્ઞાનના પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે પ્રકાર છે. પરોક્ષ શબ્દમાં પર અને ઉક્ષ એમ બે શબ્દો છે. પર એટલે ઇન્દ્રિયો. ઉક્ષ એટલે સંબંધ. જે જ્ઞાનને ઇંદ્રિયોની સાથે સંબંધ છે તે પરોક્ષજ્ઞાન, અર્થાત્ ઇંદ્રિય આદિના નિમિત્તથી થનારું મતિ આદિ જ્ઞાન પરોક્ષજ્ઞાન છે. જે જ્ઞાન ઇન્દ્રિય આદિ નિમિત્તની અપેક્ષાથી રહિત આત્માથી જ થાય તે અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાન છે. શબ્દ પોતાના અનેક ભેદોનો સંગ્રહ કરવા માટે છે. પહેલાં પરોક્ષ અને પ્રત્યક્ષ કહેવાનું કારણ આ જ ક્રમથી જ્ઞાન થાય છે, અર્થાત્ પહેલાં પરોક્ષ અને પછી પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, માટે પહેલાં પરોક્ષનો અને પછી પ્રત્યક્ષનો નિર્દેશ કર્યો છે. (૧-૧૦) પહેલાના બે જ્ઞાન પરોક્ષ છે– टीकावतरणिका- परोक्षमभिधातुमाहટીકાવતરણિકાW– પરોક્ષ જ્ઞાનનું પ્રતિપાદન કરવા માટે કહે છે– સાથે પરોક્ષદ્ -૨ સૂત્રાર્થ–પ્રથમનાં મતિ-શ્રુત એબે જ્ઞાન પરોક્ષ પ્રમાણ રૂપ છે. (૧-૧૧)