________________
સૂત્ર-૧૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૫૧ સમાનતાના કારણે અવધિજ્ઞાન પછી મન:પર્યાયજ્ઞાનનો નિર્દેશ કર્યો છે. (બંને જ્ઞાન છvસ્થને હોય, બંનેનો વિષય પુગલ છે. બંને ક્ષયોપશમ ભાવમાં હોય.) સર્વોત્તમ હોવાથી સંયમીઓને થતું હોવાથી અને અંતે થનારું હોવાથી કેવળજ્ઞાનનો અંતે નિર્દેશ કર્યો છે. (વિશેષા) ૮૭).
રૂત્યેન્દ્ર તિ, તિ શબ્દ પરિમાણને બતાવે છે, અર્થાત્ મૂળભેદો આટલા જ છે, અન્ય નથી. પતર્ શબ્દથી મૂળ ભેદોનું કથન કર્યું છે, અર્થાતુ મૂળ ભેદોની અપેક્ષાએ જ્ઞાન પાંચ પ્રકારનું છે. પ્રશ્ન- પાંચ જ્ઞાનના અન્ય પ્રભેદો છે કે નહિ ?
ઉત્તર– અન્ય પ્રભેદો છે. પાંચે જ્ઞાનના પ્રભેદોનું કથન આગળ (અ.૧ સૂ.૧૩ વગેરેમાં) કરવામાં આવશે. જ્ઞાનના મૂળભેદો આગળ નહિ કહેવાય. કારણ કે હમણાં જ કહી દીધા છે.
મતિજ્ઞાનના અવગ્રહ આદિ, શ્રુતજ્ઞાનના અંગ, અનંગપ્રવિષ્ટ આદિ, અવધિજ્ઞાનના ભવપ્રત્યય આદિ, મન:પર્યાયજ્ઞાનના ઋજુમતિ આદિ ભેદો છે. કેવળજ્ઞાનના પ્રભેદો નથી. (૧-૯)
टीकावतरणिका- एवं ज्ञानमभिधायेह प्रमाणसङ्ख्यामाहટીકાવતરણિકાર્થ આ પ્રમાણે અહીં જ્ઞાનને કહીને હવે પ્રમાણની સંખ્યાને કહે છે– પાંચ જ્ઞાનની પ્રમાણને આશ્રયીને વિચારણા તત્ પ્રમાણે ૨-૧૦ના સૂત્રાર્થ– પાંચ પ્રકારનું જ્ઞાન બે પ્રમાણ રૂપ છે. (૧-૧૦)
भाष्यं- तदेतत्पञ्चविधमपि ज्ञानं वे प्रमाणे भवतः परोक्षं प्रत्यक्षं च I૧-૨ના
ભાષ્યાર્થ– તે આ પાંચ પ્રકારનું જ્ઞાન પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે પ્રમાણરૂપ છે. (૧-૧૦)
टीका- इदं पञ्चविधमपि ज्ञानं जातिभेदेन द्वे प्रमाणे इति सूत्रसमुदायार्थः । अवयवार्थं त्वाह भाष्यकार:-'तदेतदि'त्यादिना