________________
સૂત્ર-૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૪૧ સમુદ્યાતને પામેલા અને સમુદ્ધાતના ચોથા સમયમાં રહેલા ભવસ્થ કેવળી વડે લોકનો કેટલો ભાગ સ્પર્ધાયેલો છે ? ઉત્તર આ છેસમ્યગ્દષ્ટિથી સર્વલોક સ્પર્ધાયેલો છે. કારણ કે કહ્યું છે કે “નોવ્યાપી વાર્થે તુ"=ભવસ્થકેવળી કેવળીસમુદ્ધાતના ચોથા સમયમાં લોકવ્યાપી થાય છે. તુ શબ્દ અવધારણ અર્થમાં છે. આથી અર્થ આ પ્રમાણે થાયસમ્યગ્દષ્ટિ જ અને સમુદ્યાતને પામેલો જ જીવ સંપૂર્ણ લોકને સ્પર્શે છે.
આ વ્યાખ્યાનમાં શિષ્ય પ્રશ્ન કર્યો. તે આ પ્રમાણે- સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શન એ બે શબ્દોની ભાવકારતમાં વ્યુત્પત્તિ કરવામાં આવે તો અર્થભેદ નથી. આપ તો અહીં કહો છો કે સમ્યગ્દર્શન વડે લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શાયો છે અને સમ્યગ્દષ્ટિ વડે સંપૂર્ણ લોક સ્પર્શાયો છે. તેથી ચોક્કસ આપે આ બે શબ્દોમાં અર્થભેદ કલ્પેલો છે. આથી ભાષ્યકાર પ્રશ્નથી કહેવાનો પ્રારંભ કરે છે. સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શનમાં શો ભેદ છે? સૂરિ ઉત્તર કહે છે- અપાય અને સદ્ધવ્યથી સમ્યગ્દર્શન છે. અપાય એ નિશ્ચયકારી મતિજ્ઞાનનો વિભાગ છે. પ્રશસ્ત હોવાના કારણે શુભદ્રવ્યો તે સદ્ધવ્યો અથવા વિદ્યમાન દ્રવ્યો તે સદ્ભવ્યો. અધ્યવસાયથી શુદ્ધ કરાયેલા તે સમ્યગ્દર્શનના પરિણામને ઉત્પન્ન કરનારા મિથ્યાત્વદર્શનના દલિકો સદ્ભવ્યો છે. અપાય અને સદ્ભવ્યો તે અપાયસદ્રવ્યો તેમનો ભાવ તે અપાયસદ્રવ્યતા. ત્રીજી વિભક્તિ ઇત્યંભૂતલક્ષણના અર્થમાં છે. જયાં સુધી અપાય હોય, અથવા જ્યાં સુધી સદ્ભવ્યો હોય ત્યાં સુધી અપાયસદ્રવ્યતા છે. તેનાથી સમ્યગ્દર્શન છે.
અપાયથી(=અનર્થથી) યુક્ત સદ્ભવ્યો તે અપાય સદ્ભવ્યો એમ વિનાશની આશંકાને દૂર કરવાની ઈચ્છાથી સૂરિ મિત્ર થઈને કહે છે“અપાય એટલે મતિજ્ઞાન. અપાય મતિજ્ઞાનનો નિશ્ચયરૂપ ત્રીજો ભેદ છે
૧. હેતુçરસ્થમૂતાક્ષને (સિદ્ધહેમશબ્દાનુશાસન-૨-૨-૪૪) હેતુસૂચક ગૌણનામ, કસૂચક
ગૌણનામ, કરણસૂચક ગણનામ અને કોઈ પણ પ્રકારની વિશેષતાની નિશાનનું સૂચક
ગૌણનામ આ બધા નામોને ત્રીજી વિભક્તિ લાગે. ૨. પ્રથમ અધ્યાયના ૧૫મા સૂત્રમાં અપાયનું વર્ણન છે.