________________
૧૪૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ અથવા સમ્યગ્દર્શનીઓને જાણી લીધા પછી સમ્યગ્દષ્ટિઓ પણ આ જ રીતે ગ્રહણ કરી શકાશે એમ માનીને સમ્યગ્દર્શનીનો પ્રશ્ન કરે છે અથવા પ્રસ્તુત આ પ્રશ્ન એક જીવને આશ્રયીને છે. એક સ્થળે ક્ષેત્રને જાણી લીધા પછી ઉપમાન(સમાનતા) દ્વારા અન્ય સ્થળે પણ હું જાણી લઈશ. આથી પૂછે છે કે સમ્યગ્દર્શની કેટલા ક્ષેત્રમાં રહે છે? એક જીવ સંબંધી પ્રશ્ન હોવાથી સમ્યગ્દર્શની કેટલા ક્ષેત્રમાં રહે છે એવું એક વચન પણ સંગત બને છે.
આચાર્ય કહે છે- સમ્યગ્દર્શની જીવ લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. જ્યારે એક સંબંધી પ્રશ્ન હોય અને એક સંબંધી ઉત્તર હોય ત્યારે અર્થ આ પ્રમાણે છે- હું સમ્યગ્દર્શની આધારભૂત કેટલા ક્ષેત્રમાં રહેલો છું? પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે- તું લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલો છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો જેમાં રહેલા છે તેટલો આકાશદેશ જીવ-અજીવનું આધારક્ષેત્ર છે, અને તે લોક કહેવાય છે. તેના અસંખ્યાતમા ભાગમાં તું રહેલો છે. કારણ કે અસંખ્ય પ્રદેશવાળો જીવ અસંખ્યાતમા ભાગને જ અવગાહીને રહે છે. સંપૂર્ણ લોકના બુદ્ધિથી અસંખ્ય વિભાગ જેટલા ખંડ કલ્પીને તેનો જે એક અસંખ્યાતમો ભાગ તેમાં તું રહેલો છે. હવે જો એ પ્રશ્ન બધા જીવોને આશ્રયીને હોય તો પણ અસંખ્યાતમા ભાગમાં જ રહે છે. આ અસંખ્યાતમો ભાગ પૂર્વના અસંખ્યાતમા ભાગથી મોટો જાણવો. આથી બધા સમ્યગ્દર્શનીઓ લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે એવો ઉત્તર યુક્ત છે.
(૪) સ્પર્શના પર્યતે રહેલા આકાશપ્રદેશોની સાથે સ્પર્શ કરવો તે સ્પર્શના. આ દ્વારમાં સ ર્જન પૃષ્ઠ સમ્યગ્દર્શની વડે કેટલું સ્પર્શાયેલું છે? એ પ્રશ્નથી સ્પર્શના પૂછાય છે. અહીં પણ સમ્યગ્દર્શન શબ્દ સામાન્યવાચી (સમ્યગ્દર્શન અને સમ્યગ્દષ્ટિ એ બંનેને જણાવનારો) જાણવો. અથવા એક જીવને આશ્રયીને પ્રવૃત્ત થયેલો જાણવો. ઉત્તર આછેસમ્યગ્દર્શન વડે લોકનો અસંખ્યાતમો ભાગ સ્મશયેલો છે. આ ઉત્તર એકને આશ્રયીને અને અનેકને આશ્રયીને કરાયેલા પ્રશ્નને અનુસરીને જાણવો.