________________
૧૪૨ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ એમ પ્રસિદ્ધ છે. તેનાથી(=અપાયથી) યોગ તે તદ્યોગ. તેનાથી સમ્યગ્દર્શન થાય છે. કારણ કે સમ્યગ્દર્શનના પુદ્ગલો હોય કે ન હોય તો પણ અપાય હોય છે, અર્થાત્ અપાય વ્યાપક છે. અપાયના યોગથી સમ્યગ્દર્શન થાય છે. આનાથી એ નિશ્ચિત થયું કે જ્યાં સુધી અપાયની સાથે સંબંધ હોય ત્યાં સુધી સમ્યગ્દર્શન હોય. જેનું દર્શનસપ્તક ક્ષણ થયું નથી તેને સદ્ભવ્યોની વિદ્યમાનતામાં અને જેનું દર્શનસપ્તક ક્ષીણ થયું છે તેને સદ્રવ્યોની અવિદ્યમાનતામાં અપાયની સાથે સંબંધ હોય છે. આ બંને પ્રકારની અવસ્થામાં સમ્યગ્દર્શન જાણવું. આ બંને પ્રકારની અવસ્થામાં સમ્યગ્દષ્ટિ એવો વ્યવહાર થતો નથી. સમ્યગ્દર્શન કેવળીને ન હોય. સદ્ભવ્ય અને અપાયના સંબંધથી ઉત્પન્ન કરાયેલો સમ્યગ્દર્શન એવો વ્યવહાર કેવળીને ન હોય. કેમકે કેવળીઓ અતીન્દ્રિયથી ( આત્માથી) જોનારા હોય છે. આથી કેવળી સમ્યગ્દર્શની ન હોય. તો પછી કેવળી કોણ હોય? એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે કેવળી સમ્યગ્દષ્ટિ હોય. તે અપાયસદ્રવ્યોને બુદ્ધિમાં રાખીને કેવળીમાં સમ્યગ્દર્શની એવા વ્યવહારનો નિષેધ કરાય છે. પણ જો અપાયસદ્રવ્યો વિના કેવળીમાં સમ્યગ્દર્શની એવો વ્યવહાર કરવામાં આવે તો ભાવસાધન અર્થમાં ભેદ ન હોવાથી નિષેધ નથી. તુ શબ્દ આ જ અર્થને જણાવે છે. આવું કરવાથી પૂર્વના પ્રશ્નોમાં પણ ભાષ્ય સુસંગત બને છે.
(૫) કાળ– હવે અન્ય દ્વારને સ્પર્શે છેઃવિચારે છે. પૂર્વદ્વારમાં નિરૂપિત કરાયેલું સમ્યગ્દર્શન કેટલો કાળ રહે એવો પ્રશ્ન કરે છે.
પૂર્વપક્ષ- સ્થિતિદ્વારમાં આ જ પૂછ્યું છે અને ઉત્તર આપ્યો છે. તો પછી ફરી પિષ્ટપેષણ કેમ કરવામાં આવે છે?
ઉત્તરપક્ષ– સ્થિતિ સિવાય બીજો કોઈ કાળ નથી એ અર્થને જણાવવા માટે પ્રશ્ન કરાય છે તથા વર્તન વગેરેને જ કાળલિંગો કહે છે. અથવા સ્થિતિદ્વારમાં એક જીવને આશ્રયીને અને અનેક જીવોને આશ્રયીને સાક્ષાત્ કહેવાયું નથી. આથી પ્રશ્ન ઉચિત છે.