________________
સૂત્ર-૮
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૩૫ આ ચારે પ્યાલામાં રહેલા અને દ્વીપ સમુદ્રોમાં નંખાયેલા એ બધા સરસવના દાણા ભેગા કરીએ. તેની જે સંખ્યા થાય તે જઘન્ય પરિત્ત અસંખ્યાતુ થાય.
અહીંયા કેટલાક એમ કહે છે કે એક પ્યાલો ખાલી થતાં જોડે જોડેના પ્યાલામાં જે એક એક દાણો નંખાય છે તે પ્યાલામાંનો નહીં પરંતુ નવો દાણો લેવો, જ્યારે કેટલાક એમ કહે છે કે તે પ્યાલામાંનો જે છેલ્લો દાણો (સાક્ષીભૂત) જોડેના પ્યાલામાં નાખવો.)
પ્યાલાનો ઉપાડવાનો ક્રમ એવો છે કે પછીનો પ્યાલો જ્યારે ઉપાડવો હોય ત્યારે પૂર્વના પ્યાલા ભરી રાખવા જોઈએ. જેમ કે પ્રતિશલાકામાં એક સરસવ નાખવા, શલાકા ત્યારે જ ઉપાડી શકાય કે જ્યારે અનવસ્થિત ભરી રાખ્યો હોય, મહાશલાકામાં સરસવ નાખવા પ્રતિશલાકા ત્યારે જ ઉપાડી શકાય કે જ્યારે અનવસ્થિત અને શલાકા બન્ને ભરી રાખ્યા હોય. સિદ્ધાંત મતે– (નવ્યકર્મગ્રંથ-ગાથા ૭૭-૭૮-૭૯)
| ૧ જઘન્ય સંખ્યા ૨ મધ્યમ સંખ્યા જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા ૩ ઉત્કૃષ્ટ સંખ્યા જઘન્ય પરિત્ત અસંખ્યાતમાં ૧ જૂન ૪ જઘન્ય પરિત અસંખ્યાત ચાર પ્યાલા અને દીપ-સમુદ્રોનાદાણાની સંખ્યાને ૫ મધ્યમ પરિત્ત અસંખ્યાત જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા ૬ ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત જઘન્ય યુક્ત અસંખ્યાતમાં ૧ જૂન ૭ જઘન્ય યુક્ત અસંખ્યાત જઘન્ય પરિત અસંખ્યાતનો રાશિઅભ્યાસ કરતાં
૧. રાશિઅભ્યાસ એટલે તે રાશિને તે રાશિથી તેટલીવાર ગુણવો. દા.ત. ૩૦ને ૩૦થી ૩૦
વાર ગુણતા જે આવે તે.