________________
૧૩૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮
પછી તૈજસરૂપે લઇને મૂકે, એમ ક્રમશઃ આહારક વર્ગણા સિવાય સાતે વર્ગણારૂપે લઇને મૂકે તેટલો કાળ સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત છે. (આમાં સર્વ પુદ્ગલોને જ્યાં સુધી ઔદારિકરૂપે લઇને ન મૂકે એ દરમ્યાન વચ્ચે વચ્ચે વૈક્રિય, તૈજસ આદિરૂપે લઇને મૂકે તો તે ન ગણાય.)
ટૂંકમાં સર્વ પુદ્ગલોને ક્રમ વિના ઔદારિકાદિ વર્ગણારૂપે લઇને મૂકે તો બાદ૨ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત અને ક્રમશઃ લઇને મૂકે તો સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત (આમ અન્ય સ્થળે પણ જાણવું.)
(૩) બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત– એક જીવ લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત છે.
(૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત— એક જીવ લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત છે.
(૫) બાદર કાળ પુદ્ગલ પરાવર્ત– એક જીવ ઉત્સર્પિણી તથા અવસર્પિણી રૂપ કાળચક્રના સર્વ સમયોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાદર કાળ પુદ્ગલ પરાવર્ત છે.
(૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત— એક જીવ ઉત્સર્પિણી તથા અવસર્પિણી રૂપ કાળચક્રના સર્વ સમયોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત છે.
(૭) બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત— એક જીવ ૨સબંધના સર્વ અધ્યવસાય સ્થાનોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત છે.
(૮) સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત— એક જીવ રસબંધના સર્વ અધ્યવસાય સ્થાનોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત છે.